• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પશ્ર્ચિમ બંગાળ લોહાણા સમાજની ડિરેક્ટરી મળતાં શ્રી રઘુવંશી ફાઉન્ડેશન કલકતાના ઉત્સાહી પ્રમુખ શ્રી કિશોરભાઈ દતાણીને લેખિત પ્રતિભાવ આપતા લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ શ્રી ભગવાનભાઈ બંધુ*

આદરણીય શ્રી કિશોરભાઈ દતાણીજી..
પ્રમુખશ્રી તેમજ કર્મઠ અગ્રણીશ્રી
શ્રી રઘુવંશી ફાઉન્ડેશન,કલકતા
કુશળ હશો જ…
બાપા સીતારામ,જય મહાપરિષદ,જય રઘુવંશ,જય જલારામ
સતત સમાજની એકતા,જાગૃતિ અને વિકાસ માટે સંપૂર્ણ વિશ્વાસ સાથે આપશ્રી તેમજ આપની ટીમે કલકતા,હાવડા તેમજ પશ્ર્ચિમ બંગાળમાં રહેતા શ્રી રઘુવંશી લોહાણા સમાજ પરિવારો તેમજ શ્રી સારસ્વત બ્રાહ્મણ પરિવારોને આવરી લેતી ભાગ-2 ની ડિરેકટરીનું 25-3-2023 શ્રી રામનવમીના અતિ પવિત્ર દિવસે વિમોચન કરી સમગ્ર ભારત તેમજ વિશ્ર્વના રઘુવંશી લોહાણા સમાજને પ્રેરણાદાયી રાહ ચિંધ્યો છે.
આ પરિવાર ડેટા ફોટો-ડિરેકટરીના બેઉ વિશિષ્ટ અંકોનું આપે ડિજિટલ રૂપાંતર કરી વર્તમાન સમય સાથે તાલ મિલાવી યુવાનોની ઈચ્છા,આશા,અપેક્ષાને સંતોષવાનો એક સફળ તેમજ સાર્થક પ્રયત્ન કર્યો છે તેનાથી સમગ્ર ઉતર ગુજરાતનો લોહાણા સમાજ અત્યંત રાજીપો અનુભવે છે.
આ બેઉ ડિરેકટરીથી પશ્ર્ચિમ બંગાળના લોહાણા સમાજની સાથે સાથે સમગ્ર ભારત દેશ અને વિશ્ર્વના રઘુવંશી લોહાણા સમાજને વધારે નિકટ આવવાનાં અજવાસપૂર્ણ દ્રાર ખૂલશે તેમજ એકંદરે સમગ્ર લોહાણા સમાજને વધારે ને વધારે ફાયદો થશે…
વિશિષ્ટ તેમજ રચનાત્મક વિચારનાર વ્યકિતઓ જ સમાજનું વધારે ભલું કરી શકે છે.આપના નેતૃત્વમાં આપની સમગ્ર કાર્યરત ટીમ વંદન અને અભિનંદનને અધિકારી છે..
આપના થકી આવતા દિવસોમાં સમાજની વધારે ને વધારે સેવા થાય અને પશ્ર્ચિમ બંગાળના રઘુવંશી લોહાણા સમાજને પ્રગતિની એક નવી ઉંચાઈ મળે તેવી સદભાવના વ્યક્ત કરૂ છું.
આપના માધ્યમથી મળેલ ડિરેક્ટરીઓ આપની સૂચના મુજબ સમાજ રત્ન સાહિત્યકાર એવા માનનીય શ્રી કનુભાઈ આચાર્ય સાહેબ તેમજ લોહાણા ન્યૂઝના ઉત્સાહી તંત્રી શ્રી આનંદભાઈ પી.ઠક્કરને પૂજ્ય જલારામ બાપાની સાક્ષીએ શ્રી જલારામ મંદિર ડીસા ખાતે સુપ્રત કરતાં તેમણે સૌએ પણ ખુશી વ્યક્ત કરી આપને અભિનંદન પાઠવ્યા છે..
સમગ્ર ઉતર ગુજરાતના લોહાણા સમાજ વતી આપને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન..વંદન..અઢળક શુભેચ્છાઓ..
પરિવારજનોના સહકાર સિવાય આવડું મોટું કાર્ય સફળ થવું મુશ્કેલ હોય છે એટલે આપનાં ધર્મપત્ની શ્રીમતી ક્રિશ્ર્નાબેન સહિત સૌ પરિવારજનોને પણ વંદન સહ અભિનંદન…
આપની સમગ્ર ટીમને મારા વતી બાપા સીતારામ..જય જલારામ
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ઝોન પ્રમુખ:ઉતર ગુજરાત ઝોન
શ્રી લોહાણા મહાપરિષદ
ડીસા-ગુજરાતના બાપા સીતારામ જય જલારામ
મોબાઇલ:9825638643

Related posts

*HELLO MORBI:ડીસા માલધારી સમાજના અગ્રણી સરતાનભાઈ રાયકાને અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી*

editor

*HELLO MORBI: અયોધ્યા નિજ મંદિરમાં ભગવાન શ્રીરામ સારી રહ્યા છે ત્યારે મોરબી પરશુરામ ધામખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે*

editor

ઓક્સફોર્ડની રસીએ કરી બતાવી કમાલ, ઉંમરલાયક લોકો પર પણ દેખાડી સકારાત્મક અસર

Hello Morbi

Leave a Comment