• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સબ જેલમાંથી છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલસીબી*

મોરબી સબ જેલમાંથી છેલ્લા ૨ વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી. ટીમ

તા.૦૩/૧૦/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટની સુચના મુજબ શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરી શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, ASI ચંદ્રકાંતભાઇ વામજા, HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા ને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ૦૭૦૫/૨૦૨૦ આઇ.પી.સી.કલમ-૩૭૯ વિ.મુજબના ગુન્હાના કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ ઉ.વ. ૨૨ રહે.આમેટ(અસન) તા.બીકાવાસ જી.રાજસમદ (રાજસ્થાન) વાળો મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે હોય જે આરોપીને જેલ ખાતેથી વચગાળાના જામીન પર તા.૧૭/૦૫/૨૦૨૧ થી તા.૧૭/૦૮/૨૦૨૧ સુધી મુકત કરવામાં આવેલ હોય જે કાચા કામના આરોપીને તા.૧૮/૦૮/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ મજકુર આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ ન હોય જે કેદીને ખાનગી બાતમી આધારે અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતેથી તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ મળી આવતા પકડી પાડી હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, એન.એચ. ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*હડીયાણા ગામ ખાતે ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા જયસુખભાઇ પરમાર*

Hello Morbi

શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ના 𝟔 ટીબી દર્દી ને નવેમ્બર માસ ની પોષણ કીટ આપવામાં આવી*

editor

Leave a Comment