• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી જાજાસર ગામ ખાતે કરવામાં આવી*

*મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી જાજાસર ગામ ખાતે કરવામાં આવી*

આજ રોજ તા.૦૩/૦૧/૨૦૨૪
મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ની ટીમ દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. કવિતાબેન દવે અને આર.સી.એચ.ઓ. શ્રી ડો. વિપુલ કારોલીયા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત મોરબી, તાલુકા હેલ્થ ઓફિસર માળીયા ડો. ડી.જી. બાવરવા, તેમજ મેડિકલ ઓફિસર પ્રા.આ.કેન્દ્ર સરવડ ડો. નિરાલી ભાટિયા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી જાજાસર ગામે કરવામાં આવી.
જેમાં મુખ્યત્વે કિશોરાવસ્થા ને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યા ને સ્પર્શતો વિષય એટલે કે *”પોષણ અને પરામર્શ”* ને આવરી લેવામાં આવ્યો.
આ તબક્કે મેડિકલ ઑફિસર ડો. નિરાલી ભાટિયા એ કિશોરાવસ્થામાં પોષણ અને સંતુલિત આહાર અને તેના ફાયદા વિશે દરેક કિશોરીઓને વિસ્તૃત માહિતી આપી. કિશોરીઓને આ અવસ્થા દરમિયાન થતા શારીરિક,માનસિક અને ભાવનાત્મક ફેરફાર, કિશોરીઓને આવતા માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે અને કિશોરાવસ્થા માં હિમોગ્લોબીન તપાસ નું મહત્વ તેમજ એનિમિયા અને એનિમિયા અટકાવવા માટે નિયમિત લોહતત્વ ની ગોળી લેવાના ફાયદા વિશે ડૉ.નિરાલી ભાટિયા વિશેષ સમજણ આપી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ની ટીમ દ્વારા આ તકે દરેક કિશોરીઓ હિમોગ્લોબીન ની તપાસ તેમજ વજન,ઊંચાઈ, BMI તપાસ કરવામાં આવી.આ અંતર્ગત તમામ કિશોરીઓને સેનીટરી નેપકીન નું વિતરણ પણ કરવામાં આવ્યું.

Related posts

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં ડોક્ટર દિવસની ઉજવણી*

editor

*HELLO MORBI: આમરણ: તાત્કાલિક સરકારી ઉચ્ચસ્તર માઘ્યમિક શાળા આમરણ ખાતે ધોરણ 11અને12 વર્ગ શિક્ષક નિમણૂક અને ધોરણ -11 અને 12 નાં વિધાર્થીઓનાં અભ્યાસ માટે બિલ્ડિંગ ની વીયવસ્થા કરવા રજૂઆત*

editor

Leave a Comment