• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ*

*લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪*

*મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ*

*અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરો તેમજ અન્ય ખાતાના વડાઓને સૂચનો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી.ઝવેરી મોરબી:
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી.ઝવેરીએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ, પોલીસ અધિક્ષકશ્રી, સી.જી.એસ.ટી. એસ.જી.એસ.ટી, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, પોસ્ટ ઓફીસ, આર.પી.એફ. સાથે કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.બી.ઝવેરીએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા જણાવ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી.ઝવેરીએ છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં/ મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે. નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ. પ્રજાપતિ, અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદિપસિંહ વાળા, લીડ બેન્ક મેનેજરશ્રી સહિત વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા

Related posts

*HELLO MORBI:મોરબી: સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાએ મોરબી જિલ્લાનું અને શાળાનું ગૌરવ વધાર્યું*

editor

મોરબી સહિત આઠ જિલ્લામાં નવી GIDC બનશે : મુખ્યમંત્રીની જાહેરાત

Hello Morbi

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

Hello Morbi

Leave a Comment