• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા “બંધુ” બાલઘર અને સર્વમંગલમ વિદ્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા આર.એસ.એસ.ના ક્ષેત્રીય પ્રચારક શ્રી દુર્ગાપ્રસાદજી*

ડીસા “બંધુ” બાલઘર અને સર્વમંગલમ વિદ્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા આર.એસ.એસ.ના ક્ષેત્રીય પ્રચારક શ્રી દુર્ગાપ્રસાદજી

શ્રી રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વ મંગલમ વિદ્યાલય ડીસા અને વંચિત સેવા ટ્રસ્ટ સંચાલિત “બંધુ”બાલઘરની આર.એસ.એસ.ના અખિલ ભારતીય ઘુમનતુ સંયોજક આદરણીય શ્રી દુર્ગાપ્રસાદજીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.તેમની સાથે સેવા શબ્દને સાર્થક કરનાર વંચિતોના શુભચિંતક ભગવાનદાસ બંધુ, વિભાગીય સંયોજક રેવાભાઇ દેસાઈ તેમજ વંચિત સેવા ટ્રસ્ટના પ્રમુખ ઈશ્ર્વરભાઈ રાવળ જોડાયા હતા.
શુભેચ્છા મુલાકાત દરમિયાન વંચિત સેવા ટ્રસ્ટ સંચાલિત “બંધુ”બાલઘર ની બાળાઓ દ્વારા કંકુ- ચોખાથી તિલક કરી સૌનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિચરતી અને વિમુક્ત જાતિ ઉપર બનેલી ગૌરવરૂપ પ્રાર્થના ગાવામાં આવી હતી. ભારત દેશ અમારો પણ છે એવાં સ્લોગનો દ્વારા દેશ પ્રત્યેની પોતાની રાષ્ટ્રભાવનાની પ્રતીતિ કરાવી હતી.પધારેલ માનવંતા મહેમાનોના હસ્તે દેવીપુજક વસાહતના પરિવારોને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને સહયોગ આપી મદદરૂપ થનાર ભોયણ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ બ્લોક હેલ્થ ઓફિસના અધિકારીઓ તેમજ કર્મચારીઓનો આભાર માનવામાં આવ્યો હતો.શૈક્ષણિક હેતુ માટે બનેલી R.T.E. યોજના અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં કેસરબા ઇન્ટરનેશનલ સ્કૂલ ડીસા ખાતે ધો-1 મા એડમિશન મેળવનાર વિદ્યાર્થીની તેમજ તેના પરિવારનું પૌષ્ટિક મગ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વ મંગલમ વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષણ પૂરૂં કરનાર ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાથાલાલ ખત્રી તરફથી મળેલ ભારતીય હિંદુ સંસ્કૃતિના મહાન ધર્મગ્રંથ ભગવદ ગીતા આપી સન્માનિત કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ રાષ્ટ્રીય ધુમનતુ સંયોજક માનનીય શ્રી દુર્ગાપ્રસાદીજીએ આપ્યા હતા.
ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ સર્વમંગલમ વિદ્યાલયના શિક્ષકશ્રીઓને સ્મૃતિચિન્હ ભેટ આપી પોતાના ગુરુજીઓનું સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
વંચિત સેવા ટ્રસ્ટ અને રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સર્વમંગલમ વિદ્યાલયની માનવતાવાદી, પ્રેરણાદાયી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ થકી વંચિત સમુદાયોનાં થતાં વિકાસલક્ષી કાર્યોથી માનનીય શ્રી દુર્ગાપ્રસાદજી ભારે પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ ભગવાનદાસ બંધુ,
વિભાગીય સંયોજક રેવાભાઇ દેસાઈ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઈશ્વરભાઈ રાવળ, શાળાના આચાર્ય વિનીતાબેન સુથાર, શિક્ષકો અલકાબેન ઠક્કર, શ્રવણભાઈ પ્રજાપતિ, અંજનાબેન મકવાણા, જયશ્રીબેન પટેલ, દ્વિતીબેન નાઈ, બંધુ બાલઘરના બાલદોસ્ત અનિલભાઈ રાવળ, નાથ સમુદાયના આગેવાન રમેશનાથ તેમજ વિચરતી વિમુક્ત જાતિના કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને અતિ સફળ બનાવ્યો હતો.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુવ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ*

editor

*આમરણ થી જામનગર- કંડલા તરફનો પસાર થતો માર્ગ પર વિકાસ ના ગાબડા!!!*

Hello Morbi

*ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે*

Hello Morbi

Leave a Comment