• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કચ્છ આમતક દૈનિક અને આમતક ટીવી ન્યુઝ ચેનલના તંત્રી અને ઓનર્સ વિજયભાઈ ઘેલાણીનો આજે જન્મદિવસ*

કચ્છ આમતક દૈનિક અને આમતક ટીવી ન્યુઝ ચેનલના તંત્રી અને ઓનર્સ વિજયભાઈ ઘેલાણીનો આજે જન્મદિવસ

કચ્છ ભૂજના વરિષ્ઠ પત્રકાર વિજયભાઈ ઘેલાણીનો આજે તા. ૨૧ ઓગષ્ટના રોજ જન્મદિન હોવાથી અઢળક શુભેચ્છા મળી રહી છે. મૂલ્યનિષ્ઠ પત્રકારના ગુણ વિજયભાઈને વારસામાં જ મળ્યા છે. તેમના પિતા સ્વ.ખેતશીભાઈ ઘેલાણી, તેમજ આઝાદી ના લડવૈયા સ્વ.ડાયાભાઈ ઘેલાણીએ ભાણવડ વિસ્તારમાં વરસો સુધી પત્રકારીત્વ ક્ષેત્રે યોગદાન આપ્યુ છે. આજે પણ તેઓની સેવાને ભાણવડ વિસ્તારના લોકો યાદ કરે છે.
વિજયભાઈએ પત્રકાર આલમની શરૂઆત જામનગરથી કરી હતી ત્યારબાદ સુરેન્દ્રનગરમાં સાંજ સમાચાર દૈનિક પેપરમાં પત્રકાર તરીકે પૂરા ૨૦ વર્ષ સુધી યોગદાન આપ્યુ હતુ. ત્રણ પેઢીનું પત્રકારત્વનું ભાથુ અને 37 વર્ષ ના પત્રકારત્વ ક્ષેત્રે અનુભવ ધરાવતા અને છેલ્લા 18 વર્ષથી કચ્છડો બારેમાસ કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી પત્રકારત્વ ધર્મને સતત ઉજાગર કરનાર મિતભાષી સરળ વ્યક્તિત્વ અને અજાત શત્રુ એવા અમારા સૌના માર્ગદર્શક શ્રી વિજય ઘેલાણી ના આજે મંગલ જન્મદિવસ પ્રસંગે હૃદય પૂર્વકની ખુબ ખુબ શુભકામના સાથે પત્રકારત્વ ક્ષેત્રે તેઓ હંમેશાં શિરમોર રહે એવી મંગલ કામના સાથે અમે સૌ હૃદય પૂર્વકની ખુબ ખુબ શુભકામના પાઠવીએ છીએ.ફરી એક વખત જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…..

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકા ની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો: હવે ૨૭ માર્ચ સુધી કરાવી શકાશે ઓનલાઇન રજીસ્ટ્રેશન*

editor

*જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment