• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના લાલપર આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું*

મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા આરોગ્ય કચેરી, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા અગ્રણીશ્રી અરવિંદભાઈ વાંસદડીયા, ઉપસરપંચશ્રી રાજુભાઈ જેતપરિયા, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડો.દીપક બાવરવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી રાજુભાઈ પરમાર, તલાટી મંત્રીશ્રી મેહુલભાઈ દલસાણીયા, બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ મંચસ્થ મહેમોનોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે લાલપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. જેમાં કુલ ૪૦ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા IEC ઓફિસરશ્રી સંઘાણીભાઈ, લેબોરેટરી ટેકનીશીનશ્રી સેતાભાઈ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાહુલ કોટડીયા, મેડીકલ ઓફિસરશ્રી ડો.રાધિકા વડાવિયા, આયુષ મેડીકલ ઓફિસરશ્રી ડો.જયેશભાઈ રામાવત, તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી દીપક વ્યાસ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના કર્મયોગી મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા અગ્રણીશ્રી અરવિંદભાઈ વાંસદડીયા, ઉપસરપંચશ્રી રાજુભાઈ જેતપરિયા, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડો.દીપક બાવરવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી રાજુભાઈ પરમાર, તલાટી મંત્રીશ્રી મેહુલભાઈ દલસાણીયા, બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*મોરબીના એ ડિવિઝન પોલીસ મથકના જુગાર કેસમાં ત્રણ માસથીનાસતો ફરતોઆરોપી ને એસ.ઓ.જી.એ ઝડપી લીધો*

Hello Morbi

*HELLO MORBI NEWS: પડધરી:કાનજીભાઇ ભીમભાઈ ડોડીયાનું દુઃખદ અવસાન:બેસણું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આયોજીત ભાગવત્ સપ્તાહ માં સંતો-મહંતો, લાયન્સ ક્લબ ના હોદેદારો, સર્વે હિન્દુ સંગઠન, વિવિધ સમાજ નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા*

editor

Leave a Comment