• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી ખાતે છત્રપતિ શિવાજી ના જીવન આધારિત ભવ્ય નાટક જાણતા રાજા ભજવાશે બે એપ્રિલથી 8 એપ્રિલ સુધી ભવ્યથી દિવ્ય જાજરમાન આયોજન*

માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી દ્વારા નવનિર્મિત પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર ના લાભાર્થે મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી ના ૨૦૧ મી જન્મજયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત છે આ મહાનાટક “જાણતારાજા “ નું આયોજન પ્રથમવાર ની ભવ્યાતિ ભવ્ય સફળતા બાદ બીજી વાર મોરબીમાં આવી રહ્યું છે તે આપના સૌ માટે ગૌરવની વાત છે. આ મહાનાટક શિવ પ્રતિષ્ઠાન પુના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.
આ મહાનાટકના લેખક અને દિગ્દર્શન શિવબાબા પુરંદરેજીએ કરેલ છે. આ મહાનાટક માંથી મળતી રકમનો ઉપયોગ આ સંસ્થા શિવ સૃષ્ટિ નામથી છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન વૃત્તાંત પર આધારિત ભવ્ય પ્રદર્શની પુનામાં બનાવી રહ્યા છે .
દેશ અને વિદેશમાં અત્યાર સુધીમાં ૧૨૦૨ શો થઈ ચુક્યા અને કરોડો લોકો દ્વારા જોવાયેલ છે
મોરબીમાં ૧૨૦૩ થી ૧૨૦૯ મો શો કુલ ૭ શો થશે.જેમાં જે કાઈ પણ રકમ વધશે તે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર ના નિમાઁણ માટે વાપરવામાં આવશે જેની જમીન લેવાઈ ગઈ છે નકશા ડિઝાઇનનું કામ શરૂ થઈ ગયું છે આ મહાનાટક પૂરું થાય તરત જ તેનું કાર્ય પુરજોશ શરૂ કરવામાં આવશે.જે અલગ જ પ્રકારની ડિઝાઇનમાં હશે . જે વિશ્વભરના રાદ્ભક્તો માટે તીર્થ સમાન હશે .
જેમાં મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી યજ્ઞશાળા,આર્ય ગૌશાળા, પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને સંશોધન કેન્દ્ર, આર્ય કન્યા-કુમાર ગુરુકુળ, અમર જવાન,સ્મારક,પ્રાકૃતિક અને આયુર્વેદ ચિકિત્સાલય સૃષ્ટિ આરંભથી વર્તમાન સમય સુધી નું અદભૂત પ્રદર્શની બનાવવામાં આવશે તેમજ મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી અને છત્રપતિ શિવાજી મહારાજ ના જીવનપર આધારિત ભવ્યાતિ ભવ્ય આધુનિક ટેકનોલોજી થી ભરપૂર પ્રદર્શની બનાવવા માં આવશે.નાટકો આપણી સંસ્કૃતિની ઓળખ છે .નાટ્યકળા મનોરંજન સાથે સાથે બાળકો,યુવાનો તથા સમાજ પર ખૂબ સારી છાપ પડે છે.જાણતારાજા મહાનાટક વિશ્વનું સૌથી મોટું અને શ્રેષ્ઠ નાટક છે.
આ નાટકમાં કુલ ૨૫૦ કલાકારો (જેમાં મોરબી માંથી પણ ૧૦૦ કલાકારો લેવામાં આવશે)કાફ્લો હોય છે.૩૦૦૦ ફૂટના ભવ્ય રંગમંચ પર થી રજૂઆત, હાથી.ઘોડા, ઊંટ અને બળદગાડા ના જીવંત પ્રયોગો થાય છે, ૮૦ ફૂટ ઊંચા કિલ્લો અને ૨૦ ફૂટ ઊંચી મા ભવાની ની પ્રતિમાનું અનેરૂ આકર્ષણ. આધુનિક લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ. મહાનાટક વ્યવસ્થિત જોઈ શકાય તે માટે ૮ મોટી LED સ્ક્રીન મૂકવામાં આવશે ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા. તેમજ ફક્ત ૧૦ રૂપિયા માં નાસ્તાની બધી વસ્તુઓની કેન્ટીન વ્યવસ્થા.
૨૦૧૮ માં જે આયોજન કરવામાં આવ્યું હતું તે જાણતા રાજા ના ઇતિહાસમાં સર્વાંશ્રેષ્ઠ આયોજન હતું તેના કરતા પણ આ વખતે ખૂબ સુંદર, સુવિધા સાથે આયોજન કરવામાં આવશે .ભવ્યાતિ ભવ્ય
*માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી દ્વારા નવનિર્મિત પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર ના લાભાર્થે મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી ના ૨૦૧ મી જન્મજયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત છે આ મહાનાટક “જાણતારાજા “ નું આયોજન પ્રથમવાર ની ભવ્યાતિ ભવ્ય સફળતા બાદ બીજી વાર મોરબીમાં આવી રહ્યું છે તે આપના સૌ માટે ગૌરવની વાત છે. આ મહાનાટક શિવ પ્રતિષ્ઠાન પુના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.

આ મહાનાટકના લેખક અને દિગ્દર્શન શિવબાબા પુરંદરેજીએ કરેલ છે. આ મહાનાટક માંથી મળતી રકમનો ઉપયોગ આ સંસ્થા શિવ સૃષ્ટિ નામથી છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન વૃત્તાંત પર આધારિત ભવ્ય પ્રદર્શની પુનામાં બનાવી રહ્યા છે .

દેશ અને વિદેશમાં અત્યાર સુધીમાં ૧૨૦૨ શો થઈ ચુક્યા અને કરોડો લોકો દ્વારા જોવાયેલ છે

મોરબીમાં ૧૨૦૩ થી ૧૨૦૯ મો શો કુલ ૭ શો થશે.જેમાં જે કાઈ પણ રકમ વધશે તે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર ના નિમાઁણ માટે વાપરવામાં આવશે જેની જમીન લેવાઈ ગઈ છે નકશા ડિઝાઇનનું કામ શરૂ થઈ ગયું છે આ મહાનાટક પૂરું થાય તરત જ તેનું કાર્ય પુરજોશ શરૂ કરવામાં આવશે.જે અલગ જ પ્રકારની ડિઝાઇનમાં હશે . જે વિશ્વભરના રાદ્ભક્તો માટે તીર્થ સમાન હશે .

જેમાં મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી યજ્ઞશાળા,આર્ય ગૌશાળા, પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને સંશોધન કેન્દ્ર, આર્ય કન્યા-કુમાર ગુરુકુળ, અમર જવાન,સ્મારક,પ્રાકૃતિક અને આયુર્વેદ ચિકિત્સાલય સૃષ્ટિ આરંભથી વર્તમાન સમય સુધી નું અદભૂત પ્રદર્શની બનાવવામાં આવશે તેમજ મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી અને છત્રપતિ શિવાજી મહારાજ ના જીવનપર આધારિત ભવ્યાતિ ભવ્ય આધુનિક ટેકનોલોજી થી ભરપૂર પ્રદર્શની બનાવવા માં આવશે.નાટકો આપણી સંસ્કૃતિની ઓળખ છે .નાટ્યકળા મનોરંજન સાથે સાથે બાળકો,યુવાનો તથા સમાજ પર ખૂબ સારી છાપ પડે છે.જાણતારાજા મહાનાટક વિશ્વનું સૌથી મોટું અને શ્રેષ્ઠ નાટક છે.

આ નાટકમાં કુલ ૨૫૦ કલાકારો (જેમાં મોરબી માંથી પણ ૧૦૦ કલાકારો લેવામાં આવશે)કાફ્લો હોય છે.૩૦૦૦ ફૂટના ભવ્ય રંગમંચ પર થી રજૂઆત, હાથી.ઘોડા, ઊંટ અને બળદગાડા ના જીવંત પ્રયોગો થાય છે, ૮૦ ફૂટ ઊંચા કિલ્લો અને ૨૦ ફૂટ ઊંચી મા ભવાની ની પ્રતિમાનું અનેરૂ આકર્ષણ. આધુનિક લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ. મહાનાટક વ્યવસ્થિત જોઈ શકાય તે માટે ૮ મોટી LED સ્ક્રીન મૂકવામાં આવશે ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા. તેમજ ફક્ત ૧૦ રૂપિયા માં નાસ્તાની બધી વસ્તુઓની કેન્ટીન વ્યવસ્થા.
૨૦૧૮ માં જે આયોજન કરવામાં આવ્યું હતું તે જાણતા રાજા ના ઇતિહાસમાં સર્વાંશ્રેષ્ઠ આયોજન હતું તેના કરતા પણ આ વખતે ખૂબ સુંદર, સુવિધા સાથે આયોજન કરવામાં આવશે .ભવ્યાતિ ભવ્ય
પ્રવેશદ્વાર તથા અદભૂત પ્રદર્શની બનાવવામાં આવશે પ્રથમ વાર ૨૦૧૮ માં જ્યારે મહાનાટક જાણતારાજા મોરબીમાં લાવ્યા ત્યારે મોરબી તાલુકો હતો તાલુકામાં ૮ શો થયા હોય તેવો તાલુકો માત્ર મોરબી છે એ એક રેકોર્ડ છે તે વખતે ૩૨ હજાર રાષ્ટ્રભક્તોએ આ નાટક જોયું હતું તેમાં બહારના જિલ્લામાંથી પણ લોકો આવ્યા હતા જેમાં સૌથી વધારે કચ્છ જિલ્લા માંથી લગભગ ૩૦૦૦ રાષ્ટ્રભક્તો એ લાભ લીધો હતો આ વખત ૫૧ હજાર રાષ્ટ્રભક્તો આ મહાનાટક જોશે એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોરબીના આંગણે અત્યાર સુધીનો આ સૌથી મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યા છે તેનું અમને ગૌરવ છે આ વર્ષે અમો સંસ્થાને આવક માટે જાહેરાત પણ લેવાના છીએ તો આપ સૌ આપના વ્યવસાયની બહોળી જાહેરાત માટે દાન આપીને અમારી સંસ્થાને મદદરૂપ થઈ શકો. આ કાર્યક્રમની જાહેરાત માટે એમોએ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિરથ બનાવેલ જે આખા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામોમાં ફરશે. ૨૦૦ થી વધારે હોર્ડિંગ લગાવવા આવશે ૧,૫૦,૦૦૦ પેમ્પલેટ છપાવવામાં આવ્યા છે જે સ્કૂલો ના માધ્યમથી બાળકોને આપવામાં આવશે સોશિયલ મીડિયા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવશે આ વખતે ખૂબ સુંદર ચાર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે ને તેમાં લખવામાં આવ્યું છે કે (૧)અમે અમારા પરિવારની ટિકિટ લીધી. આપે લીધી? (૨) મારો પરિવાર પણ જાણતારાજા જોશે ને મારા કર્મચારીને પણ બતાવીશ (૩) મારા પરિવારની એક ઇંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે (૪) નાના બાળકો માટે:મારા ગલ્લાના બચતની એક ઈંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે આ સેલ્ફી પોઈન્ટ લોકોને ખૂબ જ ગમ્યા છે. આમાં નાટકની ટિકિટ લેવા આવનાર રાષ્ટ્રભક્તોને મહાનાટકની ઓડિયો પણ આપવામાં આવશે. જેથી આ મહાનાટકના એક એક સંવાદ ખૂબ જ સરસ અને સચોટ છે. તે સાંભળી શકે તથા સમજી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે .આ મહાનાટક ખર્ચ ખૂબ મોટો હોવાથી તેને પહોચી વળવા શુભેચ્છા દાન મુજબ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. શુભેચ્છા દાનની રકમ રૂ ૨૦૦,૫૦૦,૧૦૦૦,૨૦૦૦,૩૦૦૦ તથા ૫૦૦૦ રાખવામાં આવી છે. રૂ ૨૦૦ ની ટિકિટ રાખવાનો ઉદ્દેશ કે સમાજનો દરેક વ્યક્તિ આ મહાનાટક જોઈ શકે તેમજ મોટા વ્યાપારી અને ફેકટરીના સંચાલકો તેમના કર્મચારીઓ ને પણ બતાવી શકે . આ કાર્યક્રમમાં ભારતભરના સંતો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહશે. આપ સૌને માતૃભૂમિ વંદના ટ્રસ્ટના તમામ રાષ્ટ્રભક્તિ સ્વયંસેવકો દ્વારા એક અપીલ છે આ મહાનાટકની ટિકિટ શુભેચ્છા દાન આપી આપના પસંદગીના દિવસની ટિકિટ જલદીથી લઈ આપના સગા વ્હાલા સંબંધીને પણ જલ્દીથી અપાવો. તેમજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા જે પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર જે બનવા જઈ રહ્યું છે તેના માટે આ સંસ્થા દ્વારા મારા પરિવારની એક ઇંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે યોજના શરૂ કરવામાં આવેલ છે. એક ઈંટનું દાન ૨૫૦૦/ રૂ રાખવામાં આવેલ છે જેથી નાનામાં નાનો પરિવાર આ ક્રાંતિ મંદિરમાં દાતાશ્રી બની શકે. તો આવો આપણે સૌ સાથે મળીને એક ભવ્યાતિ ભવ્ય પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર બનાવીએ અને આપણા મોરબીને અનેરું ગૌરવ અપાવીએ એવી અભ્યર્થના.
શુભેચ્છા દાન આપી ટિકિટ મેળવવાનું સ્થળ :

જાણતારાજા કાર્યાલય

દુકાન નં :૫૭ કેપિટલ માર્કેટ,
રવાપર- લીલાપર રોડ,

ICICI બેન્કની બાજુમાં, મોરબી
ગામ તથા બહારગામ ઘરે બેઠા ટિકિટ મેળવવા માટે સંપર્ક
9429912489/9429912689
જાણતા રાજા મહા નાટક નું સ્થળ
“રાયગઢ કિલ્લો “
રવાપર ઘૂનડા રોડ,મોરબી
સમય
૨/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ રોજ રાત્રે ૮:૩૦ કલાકે (કુલ ૭ શો)
વંદે માતરમ્

Related posts

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી નો અભિવાદન સમારોહ યોજવા મા આવ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લાયન્સ ક્લબ મોરબી સિટી તેમજ ક્રિષ્નાચેરિટેબલ&એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હરિયાળું મોરબી, હરિયાળું ગુજરાત પ્રોજેકટ સંપન*

editor

*HELLO MORBI: ૪ સપ્ટેમ્બરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા વાહનોની હરરાજી કરા*

editor

Leave a Comment