• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નારી વંદન ઉત્સવ અંતર્ગત પીઠડ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ*

*નારી વંદન ઉત્સવ અંતર્ગત પીઠડ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ*

*મહિલાઓને કાયદાકીય અધિકારો, આત્મરક્ષા અને સુરક્ષાના ઉપાયો વિશે માર્ગદર્શન અપાયું*
​જામનગર તા.05 ઓગસ્ટ, “સુરક્ષા નથી એક પસંદગી, એ દરેક મહિલાનો હક છે” – આ સૂત્ર સાથે જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ પર થતી હિંસા, શોષણ અને અન્ય અત્યાચારો સામે જાગૃતિ લાવવા તથા મહિલાઓને કાયદાકીય અધિકારો, આત્મરક્ષા અને સુરક્ષાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવાના હેતુથી નારી વંદન ઉત્સવ નિમિત્તે 1લી ઓગસ્ટ, 2025ના રોજ જોડિયા તાલુકાના પીઠડ ગામે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
​આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી સોનલબેન અને DLSAના ઉર્મિલાબેન દ્વારા મહિલાઓ પર થતી ઘરેલુ હિંસા અને તેના કાયદાકીય પાસાંઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ ચાલતી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અને SHETEAMની કામગીરી વિશે પણ સમજણ આપવામાં આવી હતી. પોક્સો એક્ટ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
​કાર્યક્રમના અંતે જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત મહિલાઓને બેગનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને મહિલા સુરક્ષા જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.​આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહાનુભાવો, મહિલાઓ અને ગ્રામજનોએ સહભાગી થઈને આ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.
​આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રસીલાબેન, ગામના સરપંચ શ્રીમતી અનસોયાબેન, DLSAના ઉર્મિલાબેન, સાયબર ક્રાઈમમાંથી જોસનાબેન, તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રી પી.આર. ડોડીયા,ડીએચડબ્લ્યુઇ ના સભ્યો, સખી વન સ્ટોપ સેન્ટરના સભ્યો સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:પ્રચંડ પુરૂષાર્થ અને નિરંતર સેવાના સહારે આગવી સુગંધ પ્રસરાવી અલવિદા થયેલ થરાના ઠકકરબાપા શ્રી અચરતલાલ ઠકકર*

editor

*HELLO MORBI:હરિદ્વાર કથા પ્રારંભે ભાગવત ભગવાનનું જલારામ મંદિર ડીસા ખાતે વાજતેગાજતે કરાયું પૂજન*

editor

*વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ* *કાર્ય શરૂ: સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત*

editor

Leave a Comment