• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જમીન સંપાદન કર્યા બાદ અરજદાર જમીન માલીક ને આપેલ ઓછા વળતર ની સામે ૧૦ થી ૧ર ગણું વ્યાજ સહિતનું વળતર અપાવતી મોરબી સિવિલ કોર્ટ*

જમીન સંપાદન કર્યા બાદ અરજદાર જમીન માલીક ને આપેલ ઓછા વળતર ની સામે ૧૦ થી ૧ર ગણુ ૧ર% +૯%+૧૫% ના વ્યાજ સહિતનું વળતર અપાવતી મોરબી સિવિલ કોર્ટ

મોરબી જીલ્લા ના મોરબી તાલુકાના ટીંબડી ગામના સર્વ નં.૪૫ પૈકી ની ખેતી ની જમીન માં સરદાર સરોવર નહેર / કેનાલ આધારીત પાઈપલાઈન યોજના માટે કરેલ જમીન સંપાદન માં કેસ નં. ૦૭ માં તા-૩/૯/૨૦૦૧ ના રોજ એવોર્ડ પસાર કરી અરજદાર માણેકબેન ની જમીન માટે રૂા. ૧,૧૨, ૯૪૩/- નું વળતર અને રૂા.૩૩૮૩/- નું ૩૦% સોલેટિયમ અને ૧૨% ના દરે વધારાની રકમ રૂા. ૪,૫૧૮/- મળી કુલ રૂા. ૧,૫૧,૩૪૪/- ફકતનું વળતરનું અરજદાર જમીન માલીક ને આપતા જમીન માલીકે સરકાર સામે એલ.એ.આર નં. ૭૮૫ /૨૦૦૪ થી વધારે વળતર માટે નો કેસ દાખલ કરેલ અને સદરહું કેસ ના કામે અરજદાર સ્વ. માણેકબેન તુલસીભાઈ ના વારસદારના વકીલ તરીકે મોરબી ના વિઘ્વાન વકિલ/ધારાશાસ્ત્રી શ્રી નિકુંજભાઈ પી. કોટક ના એ સબળ પુરાવા અને સચોટ દલીલો કોર્ટ સમક્ષ રજુ કરતા તેને ઘ્યાને લઈ મોરબી ના પ્રન્સિીપલ જજ શ્રી પી પી શાહ સાહેબે અરજદાર ને સરકારે આપેલ વળતર ની રકમ ની ૧૦ થી ૧ર ગણી રકમ રૂા. ૧૮,૯૭,૧ર૪ ના વધારા ના વળતરનો ત્થા એવોર્ડ તારીખ થી વાર્ષિક ૧૨% ના દરે વધારા ની રકમ મેળવવા હકકદાર રહેશે. ત્થા સોલેટિયમ અને કલમ ૨૮ હેઠળ કબજાની તારીખ થી પ્રથમ વર્ષ માટે ૯% ના દરે વ્યાજ અને ત્યારબાદ વસુલાત સુધી વાર્ષિક ૧૫% ના દરે વ્યાજ પણ મેળવવા માટે અરજદાર હકકદાર રહેશે. તેઓ હુકમ કરેલ છે. અરજદાર તરફે મોરબી ના વિધ્વાન વકીલશ્રી નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક ત્થા તેની ટીમ હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા ત્થા વિશાલભાઈ ચાવડા રોકાયેલા હતા.

Related posts

*જોડિયાના મેઘપર તથા જસાપર ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોઢેરા તેમજ મહેસાણાનું ગૌરવ વધારતા રૂદ્ર ઠકકર તેમજ ઓમ ઠકકર*

editor

*HELLO MORBI:એડિશનલ ડીજીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ પરિવાર સાથે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યામાં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને*

editor

Leave a Comment