• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ઉત્તર ભારતમાં ગગડ્યો તપમાનનો પારો, હળવા વરસાદની સાથે ભારે ઠંડીના અણસાર, ગુજરાતમાં પણ ઠંડી વધશે

લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાનું અનુમાન છે.

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના ત્રણ રાજ્યો લદ્દાખ (ladakh), હિમાચલ પ્રદેશ (himachal pradesh) અને ઉત્તરાખંડના (Uttrakhand) ઉત્તરી વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાનું (Snowfall) અનુમાન છે. મોસમ સાથે સંકળાયેલી જાણકારી આપનારી ખાનગી કંપની સ્કાઈમેટ પ્રમાણે મોસમી સિસ્ટમ લદ્દાખ ઉપર પહોચી ગયઈ છે પહાડો ઉપર મોસમ સાફ થવા લાગ્યું છે.

ખાનગી એજન્સી પ્રમાણે જમ્મુ-કશ્મીર ગિલગિત, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં મૌસમ સાફ રહેશે. મોસમ વિભાગ પ્રમાણે દિલ્હીમાં આગામી થોડા દિવસોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળશે.

હવામાન વિભાગ (Meteorological Department) પ્રમાણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી એન્સીઆરીના કેટલાક શહેરોમાં તાપમાન સામાન્યથી નીચે જઈ શકે છે. આ વિસ્તરોમાં શીત લહેર બની શકે છે. હિમાચલ પ્રદેશના કોઠી અને ગોંડલામાં 30-30 સેન્ટીમીટર બરફ વર્ષા થઈ શકે છે. કેલોંગમાં 12 સેન્ટીમીટર, મનાલીમાં 12 સેન્ટીમીટર, કલ્પામાં 7.5 સેન્ટીમિટર અને ડલહૌજીમાં ચાર સેન્ટીમીટર વરસાદ થઈ છે.

મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસોથી હળવો વરસાદ ચાલું છે. અરબ સાગરમાં બનેલી ચક્રવાતી સ્થિતિના કારણે રાજ્યમાં વરસાદી સ્થિતિ સર્જાઈ છે. રવિવાર સવારે ધુમ્મસ જેવી સ્થિતિ રહી હતી.

મૌસમ વિભાગ પ્રમાણે ચક્રવાતી ક્ષેત્ર કમજોર પડવાના કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે હવાની ગતી 9થી 10 કીમી પ્રતિ કલાક સુધી વધવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ અને બિહારની વાત કરીએ તો 14 અને 15 ડિસેમ્બરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

ઉલ્લેખનયી છે કે ઉત્તર ભારતમાં ઠંડી વધે છે ત્યારે એક સપ્તાહમાં તેની અસર ગુજરાતમાં થાય છે. આમ હવે ગુજરાતમાં પણ ઠંડી ચમકારો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

 

Related posts

*HELLO MORBI:પડધરી:શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પડધરી વિસ્તારના દિવ્યાંગ બાળકો માટે દીપાવલી નિમિતે કપડાં વિતરણ કરાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:વોર્ડ નંબર નવ ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો ની ટીમ દ્વારા લોક સંપર્ક કરાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડિલિવરી પહેલા જેટલું બાળકનું નામ શોધવામાં રીસર્ચ કરો છો…એટલું ક્યારેય હોસ્પિટલ પસંદ કરવામાં કર્યું છે?*

editor

Leave a Comment