• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : GPSC પરીક્ષા પાસ કરનાર હિતેષ ડાકાનું ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા સન્માન કરાયું*

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આવેલ માતૃશ્રી એમ. એમ. ગાંધી વિદ્યાલય દ્વારા GPSC પાસ કરનાર કલાસ-1 અધિકારી અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેષ ડાકાનો સન્માન સમારોહ યોજાયો હતો.

 

હડમતિયા ગામની સરકારી પ્રાથમીક શાળાથી લઈને ઉચ્ચ માધ્યમિક શાળા સુધીનું ગામમાં જ શિક્ષણ પ્રાપ્ત કરનાર ગુજરાત જીપીએસસી કલાસ-1ની પરીક્ષામાં ટોપ આવનાર હિતેષ જે. ડાકાને સાલ ઓઢાડી આઈ ખોડલ-કાગવડ ધામની તસ્વીર, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ સરસ્વતીના યુવાનોને પ્રેરણાદાયી પુસ્તકો તેમજ ચાંદીનો સિક્કો અર્પણ કરી સન્માનીત કરાયા હતા.                         તાજેતરમાં જ ગુજરાત જીપીએસસી બોર્ડની કલાસ-1ની પરીક્ષામાં પાસ થનાર હડમતિયા ગામની માતૃશ્રી એમ. એમ. ગાંધી વિદ્યાલયના ભુતપુર્વ વિદ્યાર્થી હિતેષ ડાકાને સ્કૂલનું નામ રોશન કરવા બદલ સન્માનિત કરવા સમારોહ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટી પ્રમુખ કામરીયા પ્રભુભાઈ એમ., રતીલાલભાઈ ખાખરીયા (મંત્રી), જીવણસિંહ ડોડીયા (ખજાનચી) તથા ટ્રસ્ટીઓ નરેન્દ્રભાઈ સંઘાત, ચંદ્રકાંતભાઈ વામજા, પ્રવિણભાઈ ડાકા, મનસુખભાઈ કામરીયા, નિલેશભાઈ રાણસરીયા, જયંતીલાલભાઈ કામરીયા, મગનભાઈ કામરીયા, અરવિંદભાઈ સિણોજીયા, શૈલેષભાઈ રાણસરીયા, રમાબેન. કે. ગાંધી, જેરાજભાઈ મેરજા, રાજેશભાઈ ગાંધી તથા ભુતપુર્વ ટ્રસ્ટી નાનજીભાઈ કામરીયા, લક્ષ્મણભાઈ સિણોજીયા, હિરજીભાઈ રાણસરીયા, કુવરજીભાઈ વામજા, ચકુભાઈ ડાયાભાઈ વામજા તેમજ શાળા સ્ટાફ આચાર્ય અઘારાભાઈ, ડી. સી. રાણસરીયા, બંસી મેડમ, અવસ્થી સાહેબ તથા પ્યુન બાદીભાઈ આ સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા. તેમજ હિતેશભાઈને ટંકારાના હડમતિયા ગામનું તેમજ વિદ્યાલયનું નામ રોશન કરવા બદલ ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:ડીસાની પૂજ્ય સતશ્રી મહારાજની ભાગવતકથામાં રૂપિયા 5,55,555 શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગૌસેવા હેતુ અર્પણ કરાયા*

editor

*HELLO MORBI:શ્રી લોહાણા મહાપરિષદની પ્રેરણાથી થરા જલારામ મંદિરના પ્રાગણમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ*

editor

Leave a Comment