• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા મામલતદાર કચેરી ખાતે 72 પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી*

આજરોજ તારીખ 26 જાન્યુઆરી 2021ના રોજ સમગ્ર ભારતમાં ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ હતી. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી મામલતદાર કચેરી ખાતે થઇ હતી જેમાં જોડિયા મામલતદાર શ્રી પી. કે.સરપદડિયાયા જોડિયા તાલુકા વિકાસ અધિકારી કુ.માધુરીબેન પટેલ.જોડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.વાળા સાહેબ, જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ ગજેરા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી.જોડિયા તાલુકાના મામલતદાર સાહેબશ્રી સરપદળીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેઓ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પ્રદૂષણ મુક્ત ભારત પર ખાસ ભાર મૂક્યો હતો ઉપરાંત આજરોજ કોરોના મહામારી ના સમયગાળા દરમિયાન વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કર્યું હતું જેમાં જોડિયા CHC મેડીકલ ઓફિસર ડો. ભાવેશ ડાંગર, શ્રી હડીયાણા કન્યા શાળાના આચાર્ય અરવિંદ મકવાણા, નેસડા પ્રાથમિક શાળાના રમેશભાઈ, જસાપર પ્રાથમિક શાળાના સાગરભાઇ આંગણવાડી કાર્યકર વગેરેનું મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન હડીયાણા કન્યા શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે મામલતદાર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

CORONAના વધતા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, રિપોર્ટ દાખલ કરવા કહ્યું

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજનકેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે*

editor

*HELLO MORBI:શ્રી હડિયાણા કન્યા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.*

Hello Morbi

Leave a Comment