• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સાંસદ પૂનમબેન માડમ આમરણની મુલાકાતે : PHC માં એમ્બ્યુલન્સ-જનરેટરની ફાળવણી*

જામનગરના સાંસદ તથા સ્થાનિક જિલ્લા ભાજપના અગ્રણીઓની મુલાકાત દરમિયાન પીએચસીમાં આરોગ્યની સુવિધામાં વધારો કરાયો

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ પીએચસી કેન્દ્રમાં આસપાસના અનેક લોકો લાભ લેતા હોવાથી આ પીએચસીની આરોગ્ય સુવિધા ટૂંકી પડતી હતી. તેથી આમરણ ગામના પીએચસી કેન્દ્રના લેબોરેટરી સહિતની આરોગ્ય વિષયક સુવિધા વધારવા માટે અગાઉ સ્થાનિક ભાજપ અગ્રણીઓએ જામનગરના સાંસદને રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને આ પીએચસીમાં આરોગ્ય સુવિધાનો વધારો કરવામાં આવ્યો છે.

 

જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસંદડીયા સહિતના મહાનુભાવોએ આજે મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે આમરણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધામાં વધારો કરવા લેબોરેટરી માટે ઓટો એનેલાઈઝર સેલ કાઉન્ટર મશીન, એક એમબયુલનસ તથા જનરેટરની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આમરણ તાલુકા પંચાયતના સભ્ય વાધડિયા, આમરણના ભાજપ અગ્રણી હસમુખભાઈ ગામી સહિતના ભાજપનાં કાર્યકરો હાજર રહ્યા હતા. આમરણ ગામના પીએચસીમાં આરોગ્યની સુવિધા વધતા સ્થાનિકોને રાહત થઈ છે. તેમજ આમરણ ગામ અને આસપાસના ગામોના લોકોને પણ આ આરોગ્યની સુવિધા પ્રાપ્ત થશે.                                        જ્યારે જામનગરના સાંસદ સહિતના ભાજપના અગ્રણીઓએ આમરણ ગામમા ચાલતી ગૌશાળાની મુલાકાત લઇ અને સંચાલકો પાસેથી માહીતી મેળવી ખરેખર ગૌસેવકોની મહેનતને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જીવરાજબાપા ગડારા (રાઘવજીભાઇ ગડારા અને બાબુભાઇના પિતા)ના માર્ગદર્શનથી શરુ થયેલી આ ગૌશાળામા હાલ 240 ગાયોની સેવા થઇ રહી છે.

Related posts

*HELLO MORBI ઉદેપુર (રાજસ્થાન) રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી કિરિટભાઈ કારિયાનું થયેલ દુઃખદ અવસાન*

Hello Morbi

*HELLO MORBI NEWS:હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડિટેઇન કરતી હળવદ પોલીસ*

editor

*મોરબી નગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન આસિફ રહીમભાઈ ગાલબ તહેવારો નિમિત્તે પ્રજા હિત કાર્ય કયું!*

Hello Morbi

Leave a Comment