• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*થરા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓથી શ્રધ્ધાળુઓમાં વ્યાપેલ અત્યંત રાજીપો* *દાતાઓના અવિરત પ્રવાહથી કાર્યકરોના ઉત્સાહમાં થયેલ વધારો*

બનાસકાંઠા જીલ્લાના છેવાડાના તાલુકા કાંકરેજના હ્દયસમા થરા નગરમાં ધર્મની ધજાને અવિરત ફરતી રાખી સેવાની સુગંધને ચોમેર પ્રસરાવનાર જલારામ મંદિરની માનવતાવાદી પ્રવૃતિઓથી સમગ્ર પંથકમાં રાજીપો જોવા મળે છે.દાતાઓ પણ ખૂબ જ ઉદાર દિલે દાન આપી રહ્યા છે.તાજેતરમાં જ થરાના ખૂબ જ પૂન્યશાળી સદગત જયરામભાઈ ઈચ્છારામભાઈ ઠકકર/કોટકની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિ નિમિતે તેમના સુપુત્રો નિરંજનભાઈ અને વિજયભાઈએ અન્નક્ષેત્રના નિભાવ ફંડ પેટે રુપિયા 101000(એક લાખ એક હજાર) અને નિયમિત ચાલતી ટિફિન સેવા -તિથિ ભોજન પેટે રુપિયા 7100(એકોતેરસો) આપી ધન્યતા અનુભવી હતી..

આ દિવ્ય અવસરે જલારામ સેવકો સર્વ અચરતભાઈ ઠકકર,વિજયભાઈ ટેસ્ટીવાળા,કનુભાઈ બી આચાર્ય,નિરંજનભાઈ એ ઠકકર સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી દાતા સહયોગીઓનો આભાર વ્યકત કર્યો હતો..

જલારામ મંદિર થરાનો અતિ સુચારૂ વહીવટ અને માનવતાવાદી સેવાકીય પ્રવૃતિઓથી સૌ દાતાઓ પણ સંતોષની લાગણી વ્યકત કરી રહેલ છે.કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ થરા જલારામ મંદિર દ્રારા નિયમિત ભોજન ભંડારો ચાલુ રહેતાં અનેક જરૂરિયાતમંદોને મોટી રાહત થઈ હતી..

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના છ વર્ષથી લુટના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

editor

*જામનગરમાં મુસ્લિમ સેવા સંઘ દ્વારા સન્માન સમારંભ સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ રવિવારે યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:શ્રી રામસેવા,સમાજસેવા અને રાષ્ટ્રસેવા થકી આગવી નિજાનંદી તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતા વાંકાનેરના વિનોદરાય પ્રભુલાલ કટારીયા/ઠકકર*

editor

Leave a Comment