


છેલ્લા સાડા ત્રણ વર્ષથી ડીસામાં જલારામ સત્સંગ મંડળના માધ્યમથી દર ગુરૂવારે પૂજય જલારામ બાપાનાં ભજન વિવિધ ભકતોના નિવાસસ્થાને થાય છે.171 મા ગુરૂવારે શ્રીમતિ રવિનાબેન મહેશભાઈ રાયચંદભાઈ પોપટના નિવાસસ્થાને ભજનમાં જાણીતા કથાકાર આદરણીય રણછોડભાઈ આચાર્ય પધારતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે આશીર્વચન પાઠવ્યાં હતાં.
આ અવસરે ઘણા સમયથી જલારામ સત્સંગ મંડળ સાથે સંકળાયેલા ભકતો-સેવકો કે જેઓ અન્ય ક્ષેત્રોમાં સેવા આપી રહેલ છે તેમનું પણ સન્માન કરાયું હતું.જીલ્લા ભાજપ મહિલા સમિતિ કારોબારી સદસ્ય પૂજાબેન કે.ઠકકર,લોહાણા મહા પરિષદ પર્યાવરણ સમિતિ બનાસકાંઠા રીજીયન ચેરમેન મહેશભાઈ ઉડેચા,ડીસા વાગડ લોહાણા સમાજ પ્રમુખ તારાચંદભાઈ ડી.મજેઠીયા,જલિયાણ ગૌશાળાના સમર્પિત સેવક આર.ડી.ઠકકર,ડીસા શહેર ભાજપ કારોબારી સદસ્ય વિષ્ણુભાઈ સી.ઠકકર સહિત સૌ જલારામ સેવકોનું તેમની વિશિષ્ઠ સિધ્ધિ બદલ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
જલારામ સત્સંગ મંડળના નિયમિત સેવકો કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,મનુભાઈ રતાણી,સતીષભાઈ પટેલ,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિ,દિનેશભાઈ ચોકસી,સંજયભાઈ બારોટ, આનંદભાઈ પી.ઠકકર,રમેશભાઈ એન.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,જગદીશભાઈ ધાનેરાવાળા, રાકેશભાઈ ઠકકર,દીલીપભાઈ રતાણી,શંભુભાઈ સેજાણી,અનીલભાઈ ઠકકર,શિલ્પાબેન ઠકકર,રક્ષાબેન ઠકકર,લક્ષ્મીબેન આચાર્ય,ચારૂબેન ઠકકર,જ્યોતિબેન ઠકકર, નિયતિ કારિયા,ફેની પટેલ સહિત સૌએ જલારામ સેવકો/ભકતોની કામગીરીની કદર કરી સન્માન કરાતાં આનંદની લાગણી વ્યકત કરી હતી..
હરિઓમ બંગ્લોઝના રહીશો ખૂબ જ મોટી સંખ્યામાં ભજનમાં હાજર રહેતાં સૌએ રાજીપો વ્યકત કર્યો હતો અને દીવાળીના તહેવારોને લઈ ગૌસેવા માટે 16650/-(રૂપિયા સોળ હજાર છસો પચાસ) ની રકમ એકત્ર થઈ હતી.આભારવિધિ સત્સંગ મંડળના સંચાલક ભગવાનભાઈ બંધુએ કરી હતી અને 172 મા ગુરૂવારે જીતુભાઈ ગોકળદાસ તન્નાના નિવાસસ્થાને ભજન હોઈ તેની જાહેરાત કરી હતી.


