• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*થરા ખાતે જલારામ બાપાના ભજનમાં પધારેલ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કીર્તીસિંહજી વાઘેલાનું કરવામાં આવેલ સન્માન*

તાજેતરમાં થરા(તાણા) ખાતે અરવિંદભાઈ ઠકકર (લાટીવાળા) ના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગનો દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સરળતા,સાદગી અને સેવાને વરેલા ગુજરાત સરકારના ખૂબ જ કર્મઠ માનનીય શિક્ષણ મંત્રી કીર્તીસિંહજી વાઘેલા પધારતાં તેમનું સાલ,ફૂલહાર અને મોમેન્ટો દ્રારા સન્માન કરાયું હતું.થરા જલારામ મંદિર દ્રારા ચાલતી માનવતાવાદી પ્રવૃતિઓ તેમજ ભજન સત્સંગના નિયમિત આયોજનની શિક્ષણ મંત્રીએ ભારે પ્રશંસા કરી હતી.આ અવસરે થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ તાણા સરપંચ દશરથભાઈ આઈ.ઠકકરનું પણ સન્માન કરાયું હતું.ડીસાથી ખાસ ઉપસ્થિત રહેલ ભગવાનભાઈ બંધુએ અંદાજે ચાર કરોડના ખર્ચે થરા જલારામ મંદિર ખાતે નિર્માણ પામનાર જલારામ સેવા ભવન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ શુભ અવસરે મણીભાઈ લાટીવાળા સહિત પરિવારજનો,સ્નેહીજનો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.થરા જલારામ મંદિરના સેવકો અચરતલાલ ઠકકર, વિજયભાઈ ટેસ્ટીવાળા,કનુભાઈ બી.આચાર્ય, ચમનલાલ, દીપકભાઈ અખાણી,રાજુભાઈ લાટીવાળા,નિરંજનભાઈ એ.ઠકકર તેમજ ગાયકવૃંદ સહિત સૌએ ખાસ હાજર રહી કાર્યક્રમને અતિ સફળ બનાવ્યો હતો.થરા નગરમાં છેલ્લા આઠ વર્ષથી નિયમિત ચાલતાં પૂજ્ય જલારામ બાપાનાં ભજનથી અનેકજનોને કોઈને કોઈ પ્રકારે સારો અનુભવ થયો છે.

Related posts

*જામનગર યોજાયેલ ફૅશન ફેનઝી નેશનલ લેવલ ફેશન શો 2021 માં વિનર મિસ ગુજરાત મોરબીની મોરબીની વિશ્વા ત્રિપાઠી*

Hello Morbi

*મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે કરાયેલ આયોજિતમોરબીમાં પરશુરામ ધામ ખાતે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો*

Hello Morbi

*ડીસામાં સુંદરકાંડ પાઠનું થયું દિવ્ય આયોજન*

Hello Morbi

Leave a Comment