• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર તાલુકાના બોડવા ગામે યોજાયેલ અનુસૂચિત જાતિનો સમૂહ લગ્નોત્સવ અનેરી રીતે આયોજન..*

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બોડવા ગામે અનુસૂચિત જાતિ દ્વારા એક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું…..

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય એક નાની બાળા હસ્તે કરવામાં આવી હતી. આજે બૌધપૂર્ણિમા હોવાથી આ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન અનેરી રીતે કરવામાં આવ્યા હતા. આ લગ્નોત્સવમાં મંડપમાં કોઈપણ જગ્યાએ યજ્ઞ કુંડ નથી વરરાજા પાસે તલવાર નથી. મંગલસૂત્ર નથી. કે સિંદૂર પૂરવામાં આવતો નથી. આ જાણીને ઘણા લોકોને નવાઈ લાગશે. કે આ લગ્ન વિધિ કયા પ્રકારની છે. પરંતુ સત્ય હકીકત એ છે કે ભારત એક બિન સંપ્રદાય રાષ્ટ્ર છે. એમાં અલગ અલગ પ્રકારના ધર્મ પાળવાની છૂટ છે. એમાં વિશ્વમાં જે ધર્મનો વધારે વ્યાપ છે. એવો એક બૌદ્ધ ધર્મ છે. એમાં પંચશીલનું પાલન કરવામાં આવે છે. જેમકે વ્યસનમાંથી મુક્તિ મેળવવી. વ્યભિચાર કરવું નહીં. ખોટું બોલવું નહીં. મફતનો લેવું નહીં. વડીલોની સાચી આજ્ઞાનું પાલન કરવું. વગેરે નિયમોનું પાલન કરવું. આ સમૂહ લગ્નમાં કુલ 31 દંપતીએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ તકે ઉપસ્થિત કોડીનારનાં ધારાસભ્ય મોહનભાઈ વાળા, પૂર્વ સચિવ જેઠાભાઇ સોલંકી, વણકર મેઘવાળ સમાજના પટેલ જેસીંગભાઇ વાણવી, મહેશભાઇ મકવાણા, હરિભાઈ જાદવ, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢના વિજાણંદ રાઠોડ, પૂર્વ પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના મણીબેન રાઠોડ, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ વાઘેલા, પ્રોફેસર પ્રવિણભાઇ રાઠોડ, પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉત્કર્ષ મંડળના ગુજરાત પ્રમુખ ડી. ડી. મકવાણા, પત્રકાર ભીમજીભાઇ ભજગોતર, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન જિલ્લા પંચાયત ગીર સોમનાથ જિલ્લાના કિરણબેન સોસા. આ કાર્યક્રમનું અનુસૂચિત જાતિ લગ્ન સમિતિના પ્રમુખ ગોરધનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે મંગલ પરિણિય સંચાલન વિક્રમભાઈ બૌદ્ધ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

Related posts

*HELLO MORBI:વૈશાખ સુદ બીજ ની શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*

editor

*ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા ૧૭૨૦ મુસાફરો-વ્યક્તિઓના RTPCR ટેસ્ટ થયા -૧૧ વ્યક્તિઓ પોઝિટિવ*

Hello Morbi

_*પોલીસકર્મી તરીકે પ્રતિ વર્ષ એકંદરે આઠ ઇનામો મેળવ્યા*

Hello Morbi

Leave a Comment