• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા ખાતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદની યોજાઈ બેઠક*

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી ભરતભાઈ ઠાકોર બે દિવસ બનાસકાઠાની સાહિત્ય તેમજ સાંસ્કૃતિક યાત્રા માટે પધાર્યા હતા.પ્રથમ દિવસે આદર્શ હાઈસ્કૂલ ખાતે બનાસકાંઠા જિલ્લા તેમજ ડીસા તાલુકાના પદાધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી જેમાં સાહિત્યલક્ષી અનેકવિધ ચર્ચા થઇ હતી.આ અવસરે સૌનું શાબ્દિક સ્વાગત અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના અધ્યક્ષ ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.ઉપસ્થિત પદાધિકારીઓ સાથે ભરતભાઈ ઠાકોરે સીધો સંવાદ કર્યો હતો.તેમનું ફૂલહાર, સાલ,પુસ્તક, કંકુતિલકથી સન્માન ડો.બાબુભાઈ પટેલ,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ વ્યાસે કર્યું હતું.જાણીતા ચિત્રકાર ચંદુભાઈ એટીડી દ્રારા બનાવવામાં આવેલ બેટી બચાવો મોમેન્ટોથી સૌ પદાધિકારીઓએ ભરતભાઈ ઠાકોરનું વિશેષ સન્માન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરમાનંદભાઈ શર્મા તેમજ પ્રવિણભાઈ નાઈએ કર્યું હતું.અંબાજીથી નડાબેટ સુધીની સાહિત્યિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક યાત્રા સફળ અને સંતોષકારક રહી હતી.આભારવિધિ હરિઓમ સ્કૂલના નિયામક નટુભાઈ વ્યાસે કરી હતી.

Related posts

*HELLO MORBI:રિઝલ્ટ નો રાજા… નવયુગ… B.Sc Sem 2 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

*HELLO MORBI:જલારામ મંદિર થરાની પદયાત્રાનો સંકલ્પ પૂર્ણ કરતા દિયોદરના જલારામ ભકત શ્રી મનુભાઈ રતિલાલ ઠકકર*

editor

*વાંકાનેર હસનપર ગામ પંચાયત ખાતે કોરોના અંતર્ગત કોવીડ સેન્ટર શરૂ કરાયું*

Hello Morbi

Leave a Comment