• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ લીધો મહાઆરતી તેમજ પ્રસાદનો લાભ*

ઉતર ગુજરાતના પ્રખ્યાત તીર્થધામ તેમજ સેવાધામ એવા ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે સાંજે દર્શન મેળો ભરાય છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભકતો પદયાત્રાના માધ્યમથી મહાઆરતીમાં જોડાય છે.વિવિધ સંસ્થાઓ તેમજ સમાજના અગ્રણીઓ પણ દર્શનનો લાભ લઇ અત્યંત રાજીપો અનુભવે છે.ગત ગુરૂવારે સ્પોર્ટસ કલબ, પાટીદાર સમાજ, નાઈ સમાજ, સુભાષ ટ્રસ્ટ, રોહિત સમાજ, દેવીપૂજક સમાજ તેમજ ડીસા તાલુકા પેનશનર્સ એસોસિએશન ના હોદેદારો તેમજ આગેવાનો પધારતાં સર્વ અશોકભાઈ જોષી,મેહુલભાઈ શાહ,મણીભાઈ પટેલ , અમરતભાઈ પટેલ,કે.સી.મકવાણા,પ્રભુભાઈ કાચવાળા,ગંગારામભાઈ પોપટ,બહાદુરસિંહ વાઘેલા,સોનાજી પરમાર,જસુભાઈ દેવીપૂજક, નગીનભાઈ પટણી,નાગરભાઈ પરમાર, કેશવલાલ ચાવડા સહિત પચ્ચીસ અગ્રણીઓનું કંકુતિલક, જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી દબદબાભેર સન્માન કરાયું હતું.ખૂબ જ વિદ્વાન એવા કિશોરભાઈ શાસ્ત્રીજીએ સામાજીક સમરસતા તેમજ રાષ્ટ્રવાદને અનુલક્ષીને મનનીય ઉદબોધન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંકલન તેમજ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

આ પ્રેરણાદાયી શુભ અવસરે જય જલારામ ટ્રસ્ટ, શુભેચ્છક ગ્રુપ, જલારામ સત્સંગ મંડળના સર્વ શશીકાંતભાઈ ડી.ઠકકર, બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર, આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ, મહેશભાઈ ઉડેચા, જલારામભાઈ દેવવાળા,ઈશ્ર્વરભાઈ રાવળ,દિનેશભાઈ કવિરાજ, દિનેશભાઈ રાવળ સહિત અસંખ્ય જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ મહાઆરતી તેમજ કઢી-ખીચડીના પ્રસાદનો લાભ લઈ સંતોષ તેમજ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીજલારામ સેવા ટ્રસ્ટ ધ્રાંગધ્રા ૨૨૬ મી શ્રી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી*

editor

*HELLO MORBI NEWS:મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.૧૧-૬-૨૦૨૫ બુધવાર થી શરૂ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમીકને ગોંધી રાખવાની ફરીયાદએ સિરામિક એસો.ને બદનામ કરવાનો પ્રયાસ*

editor

Leave a Comment