• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં વાલી મીટીંગ અને શ્રમદાનનું તથા નવા આચાર્યનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું*

 તારીખ 25 ને ગુરુવાર ના રોજ મોરબી જિલ્લાની કોઠારીયા જડેશ્વર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં આજ રોજ (તા. 25/08/22) ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં શાળાના નવા આચાર્ય શ્રી આર.કે.પટેલ સર નું વાલીઓ દ્વારા પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત વાલી મીટીંગનું આયોજન થયું અને ત્યારબાદ સર્વે વાલીઓ દ્વારા ગ્રાઉન્ડની સફાઈ શ્રમદાન સ્વરૂપે કરાઈ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ,ભાઈઓ, માતાઓ- બહેનો હાજર રહ્યા હતા. સૌ સાથે મળી સ્કૂલ માં ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવાનું આયોજન કર્યું હતું. ઘટતા શિક્ષકો ઝડપથી આવે અને ગુણવતાયુક્ત શિક્ષણકાર્ય નિયમિત થાય એવા પ્રયત્નો ચાલું કરી દીધા છે. શાળાના શિક્ષકોએ પણ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે ટીમવર્કથી કામ કરવાની અને લોકસહકારની વાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વાલી મંડળની સમિતિએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને વાલી એકતાના દર્શન કરાવ્યા હતા. વાલી સહકારથી જે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને સહકાર બદલ નવા આચાર્યશ્રીએ સૌનો આભાર માન્યો હતો. તથા હકારાત્મક અભિગમ થકી સૌને શુભેચ્છા પાઠવી હતી.

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના એન્યુઅલ ફંકશન “ઉડાન” ની ધમાકેદાર ઉજવણી*

editor

કોંગ્રેસમાંથી કનેક્શન કાઢી ભાજપમાં જોડાણ કર્યું!!!*

Hello Morbi

*કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત! લાભપાંચમથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ*

Hello Morbi

Leave a Comment