• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો*

રિપોર્ટ :- મહેશ સિંધવ

મન વિસુધ થશે સતકર્મ થી : ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

ભાગવત સપ્તાહ ના પાંચમ દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કથાનું રસપાન કરાવતા સુંદર સંદેશો આપ્યો હતા આ ભગીરથ કાર્ય કરવા બદલ કાંતિ ભાઈ અમૃતિયા પરિવાર ને બિરદાવ્યા હતા અને સમાજ માં આવા જ જન સેવકો રહે તો સમાજ માં ધર્મ ધજા હંમેશા લહેરાતી રહેવાની વાત ભાઈ શ્રી એ કરી હતી.

મોરબી મુકામે ગુજરાતનું ગૌરવ તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીપુરસોત્તમભાઈ રૂપાલા, ચેરમેન શ્રી IFFCO શ્રી દિલીપભાઈ સંઘાણી,ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ,ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા,મોરબી જિલ્લા માનનીય કલેક્ટરશ્રી જે.બી.પટેલ સાહેબ, મોરબી પોલીસ વડા શ્રી રાહુલભાઈ ત્રિપાઠી,કચ્છ મોરબી સાંસદ વિનોદ ભાઈ ચાવડા સહિત આગ્રણીઓ એ ભાગવત સપ્તાહ
કથાશ્રવણનો લાભ લીધો હતો.

મોરબી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો સાથે ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*મોરબી મુકામે સમસ્ત લોહાણા સમાજ ની તા.૧૨-૭ મંગળવાર ના રોજ અગત્ય ની મીટીંગ*

Hello Morbi

*રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારીએ બાંહેધરી* *આપતા ડીમોલેશન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે પ્રોહીબીશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. ટીમ*

editor

Leave a Comment