• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: સેવા એક સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ વીરોના લાભાર્થે યોજાનાર પાટીદાર નવરાત્રી મહોત્સવ ની તૈયારીઓને અપાયો આખરી ઓપ*

મોરબી તા ૨૪ સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદવીરો માટે મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ત્યારે નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડમાં પત્રકાર પરિષદ યોજવામા આવી હતી અને ત્યારે આયોજકોએ જણાવ્યુ હતુ કે, આ આયોજનથી થનાર આવકમાંથી શહીદ પરિવારોને સહાય, મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ સહિતના સેવા કાર્ય કરવામાં આવશે

 

મોરબીના રવાપર ગામ પાસે નવજીવન ન્યુએરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના સ્થાપક અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્રૂપ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને તેમાંથી થતી આવક ગૌસેવામાં વાપરવામાં આવે છે જો કે, આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા દેશની રક્ષા કરતા શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે

 

આ અંગે પત્રકાર પરિષદ યોજીને અજય લોરીયાએ જણાવ્યુ હતું કે, આ વખતે નવરાત્રી મહોત્સવમાં ભારતના ખ્યાતનામ ઇન્ડિયન આઇડોલ વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય સારેગમપ અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયાની ટીમને આમંત્રિત કરવામાં આવી છે અને તેના સૂરના તાલે લોકો ગરબે ઘૂમશે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ વર્ષે નફાની આવકમાંથી દેશની રક્ષા કરતા શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવામાં આવશે, શનાળા રોડ ઉપર શહીદોની પ્રતિમા સાથેનું સર્કલ બનાવવામાં આવશે તેમજ મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ આપવામાં આવશે વધુમાં અજયભાઈ લોરીયાએ જણાવ્યુ હતું કે, સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં પંચોતેર જેટલા શહીદ પરિવારોને દોઢ કરોડ જેટલી રકમની સહાય કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના બે અલગ અલગ ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસ્તથી ફરતી મહિલાને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*HELLO MORBI: ૨૨ ડિસેમ્બરના રોજ આઈ.ટી.આઈ.વાંકાનેર ખાતેઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*HELLO MORBI NEWS: મોરબી: આદર્શ આચારસંહિતા દરમિયાન જાહેર તથા ખાનગી મિલકતો પર મંજૂરી વગર ચૂંટણીલક્ષી જાહેરાત કરવા પર પ્રતિબંધ*

editor

Leave a Comment