• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*FST, SST, VST અને VVT ટીમના અધિકારી/કર્મચારીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા*

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર ચૂંટણી ખર્ચના મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.), સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.), વિડીયો સર્વેલન્સ (V.S.T.) તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.)ની રચના કરવામાં આવી છે.

 

ચૂંટણી ફરજ પર નિયુક્ત થયેલા આવા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરી ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ અન્વયે વિવિધ અધિકારો મોરબીએ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટશ્રી જી.ટી.પંડ્યા દ્વારા આપવામાં આવ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.)માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેટિક સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાંત વિડીયો સર્વેલન્સ (V.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ ટીમની રચના કરવામાં આવી છે. જે ટીમો દ્વારા ચૂંટણી બાબતે ખર્ચ મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે દર મહિને યોજાતો નેત્રમણી કેમ્પ દીપાવલી પર્વ ના તહેવાર ને લીધે મોફૂક રહશે*

Hello Morbi

*ગુજરાતી પત્રકારત્વનો પાયો ખોદયો એક પારસી બાવાએ*

Hello Morbi

*ટંકારા તાલુકાના ભાજપ મહિલા મોરચાના હોદેદારો એ સાવડી સરાયા ગામની મુલાકાત લીધી*

Hello Morbi

Leave a Comment