• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેતરમાં ઉભા ઘઉંના પાકમાં છુપાવેલ ૬૮ બોટલ દારૂ અને મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

ટંકારા તાલુકાના હળમતીયા ગામની સીમમાં ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૮ કિ.રૂ.૨૮,૫૪૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૮,૫૪૫/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

તા-૧૯/૦૩/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે મળેલ કે, વિશાલભાઇ ભરતભાઇ પટેલ તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા રહે. બન્ને હળમતીયા (પાલનપીર) તા.ટંકારા જી.મોરબી વાળાઓ બન્નેએ ભેગામળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વિશાલ ભરતભાઇ પટેલે હળમતીયા ગામથી કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ પોતાના કબજા ભોગવટા વાળા ખેતરમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઇરાદે મંગાવી હાલમાં દારૂનો જથ્થો સંતાડે છે. જે હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટંકારા પો.સ્ટે. માં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા –
(૧) વિશાલભાઇ ભરતભાઇ ડાકા/પટેલ ઉ.વ. ૨૭ રહે. હળમતીયા (પા.) તા.ટંકારા જી.મોરબી
(૨) કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા/રજપુત ઉ.વ.૨૭ રહે. હળમતીયા (પા.) તા.ટંકારા જી.મોરબી – પકડાયેલ મુદામાલની વિગત –
(૧) મેકડોવેલ્સ નં.-૦૧ કલેકશન ઓરીજનલ વ્હિસ્કી ૭૫૦ મી.લી. બોટલો નંગ-૪૭ કિ.રૂ.૧૭,૬૨૫/- (૨) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૨૧ કિ.રૂ.૧૦,૯૨૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩૮,૫૪૫/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે.જે.ચૌહાણ, શ્રી
એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના
સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં* *શ્રીશકિત હનુમાન મંદિર સહિત મંદિરો મા હનુમાન જયંતી ની ધામધૂમ થી ઉજવણી ના કાર્યક્રમ યોજાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી:નાના બાળકો દ્વારા યોજાયેલ ગણેશ ઉત્વસમા આવતી કાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જ્યારે સર્જરીની વાત થાય છે,ત્યારે નિઃશુલ્ક સર્જરી માટે આયુષ આપે છે સાથ!*

editor

Leave a Comment