• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મચ્છુ ૨ સિંચાઈ યોજના નું પાણી થી ગ્રામ્ય વિસ્તાર ના તળાવો ભરવા બાબતે સી એમ ને પત્ર પાઠવી રજૂઆત કરતા કે ડી બાવરવા*

પ્રતિ, તા.૨૭/૦૩/૨૦૨૩.
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,
ગુજરાત રાજ્ય,
નવા સચિવાલય,
ગાંધીનગર.

વિષય :- મચ્છુ – ૨ સિંચાઈ યોજના નું પાણી થી ગ્રામ્ય વિસ્તાર ના તળાવો ભરવા બાબત.

મહેરબાન સાહેબ શ્રી

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે અમારી જાણવામાં આવેલ છે કે મચ્છુ – ૨ ડેમ ના પાંચ દરવાજા ની નવા બનાવવાના હોય મચ્છુ -૨ ડેમ નું પાણી ખાલી કરવામાં આવનાર છે.

તો અમારી માંગણી છે કે મચ્છુ – ૨ ડેમ નું પાણી નદીમાં વહાવીને દરિયા માં જાય તેના કરતા મોરબી માળિયા વિસ્તાર ના ગામો ના તળાવો ભરી આપવા યોગ્ય આદેશો કરવા વિનતી.

આ કામ માટે સરકાર ને કોઈ પણ ખર્ચ થાય તેવું નથી કે નથી વીજળી નો ઉપયોગ કરવાનો તો આ કામ કરવામાં આવે તેવી અમારી માંગણી છે જો આવું કરવામાં આવશે. તો તળાવ ની આજુબાજુ ના ખેડૂતો ઢોરો માટેનો ચારો ઉગાળી શકશે અને ઢોરો ને પણ પીવાનું પાણી મળી રહેશે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.
આપના સ્નેહાધીન

(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ રવાના :-
(૧) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(૨) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી, જિલ્લા તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય
ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*પડધરી તાલુકા આમ આદમી પાર્ટી ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે.પટેલના વિન્ટેઝ કારખાના ઉપર ધોકા અને પાઇપથી હુમલો*

Hello Morbi

*સિરામીકના હાર્દ સમા મોરબી જેતપર અણીયારી રોડની કામગીરીનો શુભારંભ રોડના નિર્માણ થકી સિરામિક તેમજ સામાન્ય પરીવનહન સુગમ બનશે*

Hello Morbi

Leave a Comment