• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે*

શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં રાસગરબા, શોભાયાત્રા, અન્નકૂટ, મહાઆરતી તેમજ મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ છે.

શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન વિષ્ણુ નાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આગામી તારીખ ૨૨ એપ્રિલ નાં રોજ ભગવાન શ્રી પરશુરામ નો પ્રાગટ્ય દિવસ હોય શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી ઉજવણી કરવા આતુર બન્યું છે ત્યારે શ્રી પરશુરામ યુવાગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે જ્યારે આ સાથે જ તા. ૨૧ એપ્રિલ નાં રોજ રાત્રે ભવ્ય રાસગરબા નું પણ આયોજન કરવામાં આવેલ છે.

શ્રી પરશુરામ જન્મોત્સવ ની ઉજવણી નાં ભાગ રૂપે શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા તા. ૨૧ એપ્રિલ નાં રોજ રાત્રે ૯:૦૦ કલાકે શ્રી પરશુરામ ધામ નવલખી રોડ ખાતે ભવ્ય રાસગરબા નું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે ભગવાન પ્રાગટ્ય દિવસ તા. ૨૨ એપ્રિલ રોજ શ્રી ગાયત્રી મંદિર, વાઘપરા ૧૪ થી દાદા શ્રી પરશુરામ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે જે બપોરે ૪:૦૦ કલાકે શ્રી ગાયત્રી મંદિર થી પ્રસ્થાન કરી મોરબી શહેર નાં મુખ્ય માર્ગો પર ફરી શ્રી પરશુરામ ધામ નવલખી રોડ પર પહોંચશે જ્યા પરશુરામ દાદા ની મહા આરતી કરવામાં આવશે તેમજ દાદા ને અન્નકુટ નો પ્રસાદ ધરવામાં આવશે ત્યાર બાદ સર્વે ભૂદેવો માટે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવેલ છે જેની મોરબીમાં વસતા સર્વે ભુદેવોને નોંધ લેવા શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી નાં પ્રમુખ રોહિતભાઇ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઇ દવે, મહામંત્રી કમલભાઈ દવેની યાદીમાં જણાવાયું છે.

Related posts

*આણંદ મહાવીર માર્ગ નયા વતન મહાવીર પાર્ક નુ ઉદધાટન ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યુ*

Hello Morbi

*સલામતી એજ ઉપાય ઉતરાયણ નિમિતે પ્રજાજોગ સલામતી સંદેશ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગમાં એલપીજી ના વપરાશ અંગે સલામતીના ભાગ રૂપે સેમિનાર યોજાયો*

editor

Leave a Comment