• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના નવી પીપળી ગામ, સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના નવી પીપળી ગામ, સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી વિભાગ નાઓએ પોલીસ કોન્સ.
પંકજભા ગુઢડા તથા રમેશભાઇ મુંધવા તથા જયદીપભાઇ પટેલ તથા કેતનભાઇ અજાણા નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ.શ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી મોરબી તાલુકાના નવી પીપળી ગામ,સ્મશાન પાછળ રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૬૭,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી
૧) બકુલભાઇ હરીભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે. પીપળી, તા.જી.મોરબી
૨) પરેશભાઇ પ્રભુભાઇ પટેલ ઉ.વ.૩૨ રહે. રવાપર રોડ મોરબી-૦૧,
૩) પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહે. જેપુર, તા.જી.મોરબી ૪) સુરેશભાઇ નાગજીભાઇ પટેલ ઉ.વ.૪૫ રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી
૫) ધર્મેન્દ્રભાઇ ત્રિભુવનભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૬૭,૧૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સ.શ્રી કે.એ.વાળા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ
પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના પોલીસ હેડ કોન્સ. ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી: નાગલપર ગામની સીમમાંથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI: મોરબીમાં જમીન કૌભાંડમાં પત્રકારને બદનામ કરતા સમાચાર સામે કલેકટર-એસપીને આવેદન આપી તટસ્થ તપાસની માંગ*

editor

*મોરબીના પત્રકાર આરીફ દિવાન ની દીકરી ક્યુટ પરી મહેક બાનુ નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment