• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નાગડાવાસ ગામના પાટીયા પાસે, હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાસ કરતી મોરબી તાલુકા પોલીસ*

નાગડાવાસ ગામના પાટીયા પાસે, માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાસ કરી કુલ રૂપીયા ૨૮,૦૫,૪૦૬/- નો મુદ્દામાલ કબ્જે કરતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ મોરબી જીલ્લમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી આવી પ્રવૃતિઓ ઉપર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં એક ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની પ્રવૃતિ કરે છે હોવાની હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.વી.જી.જેઠવા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે રેઇડ કરતા માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર તથા તેની બાજુમાં એક બોલેરો કાર પડેલ હોય અને તેમાં ગેસના બાટલા ભરેલ હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા કોઇ હાજર મળી આવેલ નહી અને ગેસના ટેન્કર રજી.નં. KA-01-AM-9921 માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના ત્રણ સિલીન્ડરોમાં ગે.કા.ગેસ કાઢતા હોવાનુ જણાય આવતા કુલ રૂ. ૨૮,૦૫,૪૦૬/- નો મુદ્દામાલ મળી આવતા મુદ્દામલ કબ્જે કરી ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી :-
1. અશોક લેલન કંપનીનુ ટેન્કર નં. KA-01-AM-9921 નો ચાલક (પકડવા પર બાકી)
2. મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજી.નં. GJ-16-2-3230 નો ચાલક (પકડવા પર બાકી)
> કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-
(૧) અશોક લેલન કંપનીનુ ટેન્કર નં. KA-01-AM-9921 કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ કોર્મશીયલ પ્રોપેન ગેસ આશરે ૧૭,૨૭૦ કિ.ગ્રા કિં.રૂ.૯,૯૪,૪૦૬/- નો મુદ્દામાલ ગીચ વિસ્તારમાં રાખવો હિતાવહ ન હોવાથી મુળ માલીકને સોંપવા તજવીજ કરેલ છે.
૨) ટેન્કર સાથે ફીટીંગ કરેલ રબ્બરની વાલ્વવાળી પાઇપ નંગ-૦૧ કિ.રૂ.૧,૦૦૦/-
(૩) ગેસના સિલીન્ડર નંગ-૫૫ કિં.રૂ.૧,૧૦,૦૦૦/-
(૪) મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજી.નં. GJ-16-2-3230 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૨૮,૦૫,૪૦૬/-નો મુદ્દામાલ મળી આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા સર્વેલન્સ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ.અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા
હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ.તેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા
ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા દિપસિંહ ચૌહાણ તથા
યશવંતસિંહ ઝાલા તથા કુલદિપભાઇ કાનગડ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડિયા નો આજે જન્મદિવસ*

editor

કોરોના મહામારીમાં 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે પણ વાલીઓ જોખમ લેવા તૈયાર નથી

Hello Morbi

*મોરબીમાં બુધવારથી હોમ આઇસોલેટ દર્દીઓને રેમડીસીવીર ઇજેક્શનનું વિતરણ બંધ*

Hello Morbi

Leave a Comment