• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માતુશ્રી જેબરબેન સરતાનભાઈ રાયકાની પૂન્યતિથિએ “હિન્દુ ધર્મની અસ્મિતા” પુસ્તકનું ડીસા જલારામ મંદિર ખાતે કરાયું લોકાર્પણ-વિમોચન*

માતુશ્રી જેબરબેન સરતાનભાઈ રાયકાની પૂન્યતિથિએ “હિન્દુ ધર્મની અસ્મિતા” પુસ્તકનું ડીસા જલારામ મંદિર ખાતે કરાયું લોકાર્પણ-વિમોચન
મા તે મા અને બીજા બધા વનવગડાના વા આ કહેવત આજે પણ ચરિતાર્થ બની રહી છે.ડીસાનાં સદગત જેબરબેન સરતાનભાઈ રાયકા(રબારી) ની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિએ તેમના લાડકવાયા સુપુત્ર બળદેવભાઈ રાયકા દ્રારા તૈયાર કરાયેલ પુસ્તક ” હિન્દુ ધર્મની અસ્મિતા” પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં ડીસા જલારામ મંદિરે અર્પણ કર્યા બાદ તેનું લોકાર્પણ-વિમોચન કરાયું હતું.
ડીસા નગરના આધ્યાત્મિક અગ્રણી જયંતિભાઈ ઠકકર-ઓઢાવાળાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે પુસ્તકના સહયોગીઓ તેમજ રબારી માલધારી સમાજના આગેવાનો ગફુલભાઈ દેસાઈ,ખોડાભાઈ દેસાઈ,જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુ,બનાસ સાહિત્ય કલા સંઘના નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમાર,પુસ્તકના માર્ગદર્શક પ્રવિણભાઈ સાધુ,હિતેશભાઈ સહિત અનેક ધર્મપ્રેમીઓ,સાહિત્યપ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીરામસ્તુતિથી કાર્યક્રમનો શુભારંભ કર્યા બાદ સૌ મહેમનોએ દીપપ્રાગટય કરી પુસ્તકનું વિમોચન કર્યું હતું.બળદેવભાઈ રાયકાએ સૌનું શાબ્દિક સ્વાગત કરી મીઠો આવકાર આપ્યો હતો.
ઉપસ્થિત સૌ મહેમાનો ઉપરાંત સાહિત્યરસિકો સર્વ પ્રવિણભાઈ નાઈ,પ્રહલાદભાઈ સહયોગ,સુરેશભાઈ વકીલ,બ્રહ્માકુમાર શશીકાંતભાઈ,દીલીપભાઈ વકીલ,વિજયભાઈ દવે,આનંદભાઈ પી.ઠકકર,કાંતિભાઈ લોધા,જયેશભાઈ પરમાર,મનોજભાઈ ચૌહાણ,દીલીપભાઈ રતાણી,નિલેષભાઈ રાવલ,ઈશ્ર્વરભાઈ રાવળ સહિત સૌએ પ્રસંગોચિત ઉદબોધન થકી શુભેચ્છાઓ પાઠવી હતી.
ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલ મા સરસ્વતીના પૂજકોએ હિન્દુ સંસ્કૃતિને લગતું અતિ પ્રેરણાદાયી પુસ્તક બનાવવા બદલ બળદેવભાઈ રાયકા તેમજ સૌ સહયોગીઓને અભિનંદન આપી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.ઉપસ્થિત સૌકોઈને પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય,ચિત્ર સર્જક ચંદુભાઈ એટીડી,ઈન્ડિયન રેડક્રોસ ડીસાના પ્રમુખ પ્રકાશભાઈ ઠકકર સહિત સૌએ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.
જલારામ મંદિર ડીસાના પૂજારીજી તેમજ સેવક દીલીપભાઈ બારોટનો વિશેષ સહકાર સાંપડયો હતો.સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સંચાલન બનાસ સાહિત્ય કલા સંઘના મંત્રી ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.જ્યારે આભારવિધિ વિશ્ર્વ ગુજરાતી સમાજના સક્રિય સદસ્ય તેમજ પુસ્તકના રચિયતા બળદેવભાઈ રાયકાએ કરી હતી.
ડીસા નગરનું ક્રીમ કહી શકાય તેવા સાહિત્ય જગતના મહાનુભાવોએ ખાસ હાજર રહી સમગ્ર કાર્યક્રમને ખરા મનથી માણ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ની ઉજવણી અન્વયે મણીમંદિરથી મનપા કચેરી સુધી યોજાશે પદયાત્રા રેલી*

editor

*75 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી ના કાન્તિ નગર ના અહાન આસીફભાઈ પલેજા એ ૭ વર્ષની ઉંમરમાં પ્રથમ રોજુ કર્યું*

editor

Leave a Comment