• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનુંજાહેરનામુ બહાર પડાયું*

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.જે ખાચર દ્રારા જાહેરનામુ બહાર પાડી ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) અન્વયે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૧-૦૩-૨૦૨૪ થી ૩૧-૦૩-૨૦૨૪ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત મનુષ્યો અથવા શબો ,આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ , નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તઓ કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ

Related posts

*ટંકારાના જોધપર ઝાલા ગામે મહિલાનો ગળેફાંસો ખાઈ આપધાત ટંકારા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી*

Hello Morbi

*જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ માં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ- ૨૦૨૨ ભવ્ય રીતે યોજાયો.*

Hello Morbi

*મારા પુત્ર હિરેન ને MBA ના લાસ્ટ સેમેસ્ટર માં 79 %, આવેલા છે*

Hello Morbi

Leave a Comment