• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર:સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પોરબંદર-સંતરાગાછી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી જેમાં પત્રકાર એસોસિએશન મોરબી ની ઉપસ્થિતિ રહી*

સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ટ્રેન નં.12949 પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી જેમાં પત્રકાર એસોસિએશન મોરબી પણ જોડાયું હતું જેમાં પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી,અતુલભાઈ જોષી,ભાસ્કર જોષી, ઋષી મહેતા,આર્યન સોલંકી મહેન્દ્રસિંહ જાડેજા એ વાંકાનેર સ્ટેશન પર એક સાથે ત્રણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યું હતું. અન્ય બે સુપરફાસ્ટ ટ્રેન કે જેને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું તેમાં ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નં. 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ શામેલ છે.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલકુમાર ચૌબેએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે વાંકાનેર અને મોરબીના વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગણી હતી કે પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો ને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે જે આજે પૂર્ણ થયું છે. આજથી, આ ત્રણેય ટ્રેનો વાંકાનેર સ્ટેશને તેમના નામાંકિત દિવસોમાં 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે.

રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબેએ સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાનો રેલ્વે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ને લાંબા અંતર ની ટ્રેન અને અમુક ટ્રેન ને વાંકાનેર સ્ટોપ આપવા પત્રકાર એસોસિએશન મોરબી દ્વારા મોરબી રેલવે સ્ટેશન ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું અને રેલવે ના જીએમ અને ડી એમ ને રજુઆત મોકલવામાં આવી હતી જે માંગણી ને ધ્યાને લઇ રેલવે ના જીએમ એ પોરબંદર સાલીમર એક્સપ્રેસ, પોરબંદર શાંતા કવિગુરુ એક્સપ્રેસ ને અઠવાડિયા માં 2 વાર સ્ટોપ આપવાનું મંજુર કરાયું છે જેથી મોરબી પત્રકાર એસોસિએશન મોરબી અને મોરબીવાસીઓ માં આનંદ ની લાગણી છવાઈ છે આ ટ્રેન નો લાભ સીરામીક ઉદ્યોગ માં કામ કરતા વિવિધ રાજ્ય ના પારપ્રાતિય મજૂરો ને મળશે આ ટ્રેન વેસ્ટ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, સહિત રાજ્યો સાથે જોડાયેલ છે.

Related posts

*મોરબીના વાવડી રોડ ખાતે કોમી એકતાના પ્રતીક સર્વે રોગ ફ્રી નિદાન કેમ્પ હાજીપીર સેવા સમિતિ દ્વારા યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં 9 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી ના ભાગ રૂપે પટેલ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓએ યોગ સાથે આરોગ્ય ના પાઠ ભણ્યા.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા મીંયાણા વિસ્તારમા જાહેરમા એક ઇસમને દેશી હાથ બનાવટી તમંચો (હથીયાર) સાથે પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ*

editor

Leave a Comment