• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેંટોડા ગૌમાતા હોસ્પિટલને પાંચ લાખ રૂપિયા અર્પણ કરાયા*

જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેંટોડા ગૌમાતા હોસ્પિટલને પાંચ લાખ રૂપિયા અર્પણ કરાયા
છેલ્લા છ વર્ષથી ડીસા નગરમાં દર ગુરૂવારે અતિ નિયમિતપણે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.આ ભજનમાં થતી તમામ આવક ગૌસેવામાં વપરાય છે.ટેંટોડા ખાતે અંદાજે પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ પામી રહેલ ગૌમાતા હોસ્પિટલ માટે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય આનંદમૂર્તિજી મહારાજના પરમ કૃપાવંત શિષ્ય પૂજ્ય પ્રશાંતમૂર્તિજી મહારાજના વરદહસ્તે જલારામ મંદિર ડીસા ખાતે રૂપિયા પાંચ લાખ પૂજ્ય રામરતનજી મહારાજને અર્પણ કરવામાં આવ્યા હતા.જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અત્યાર સુધી કુલ 92(બોણું) લાખ રૂપિયા જેટલી રકમ 30 જેટલી ગૌશાળાઓમાં ઘાસ પેટે અર્પણ કરવામાં આવી છે.આ દિવ્ય અવસરે ગૌભકતો સર્વ ભગવાનભાઈ બંધુ,શાંતિભાઈ વકીલ,જયંતિભાઈ ઓઢાવાળા,પ્રભુદાસ સાધુ સહિત સૌએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.પૂજ્ય પ્રશાંતમૂર્તિજી મહારાજે આશીર્વાદ આપી રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ પ્રેરણાદાયી અવસરે ગૌભકતો સર્વ શશીકાંતભાઈ ડી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,બળદેવભાઈ રાયકા,આનંદભાઈ પી.ઠકકર,કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ,પિયુષભાઈ અખાણી,દીલીપભાઈ રતાણી,હિતેશભાઈ સોનપાલ,હસુભાઈ પોપટ,મનુભાઈ રતાણી,ગણપતભાઈ ભાટી,દેવચંદભાઈ એન.ઠકકર,ભરતભાઈ ગોકલાણી,પ્રકાશભાઈ મજેઠીયા,નિલેષભાઈ રાવલ,વિષ્ણુભાઈ સી.ઠકકર સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાઈબહેનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.સૌએ જલારામ મંદિરે મહાઆરતીમાં ભાગ લઈ ખીચડી-કઢી પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

*HELLO MORBI:મોટા ભેલા પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

John Cena calls Bray Wyatt ‘Overhyped, Overvalued and Overprivileged’ on WWE SmackDown

Admin

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત ની ૫૦ મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો જારીયા પરિવાર*

Hello Morbi

Leave a Comment