• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:શિક્ષણ તેમજ રાષ્ટ્રસેવાના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવતા ગોચનાદ/રાધનપુરના ડો.રમેશકુમાર ઠાકરસીભાઈ ઠક્કર*

શિક્ષણ તેમજ રાષ્ટ્રસેવાના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવતા ગોચનાદ/રાધનપુરના ડો.રમેશકુમાર ઠાકરસીભાઈ ઠક્કર
કેટલાક માણસોનો જન્મ જ સમાજસેવા અને રાષ્ટ્રસેવા માટે થતો હોય છે.પિતા ઠાકરશીભાઈ દલપતરામ ઠક્કર અને માતા ઉમિયાબેનના પરિવારમાં તારીખ 15-1-1966 ના રોજ સમી તાલુકાના ગોચનાદ ખાતે જન્મેલા રમેશભાઈ ઠક્કર પણ સંપૂર્ણપણે રાષ્ટ્રસેવાના રંગે રંગાયેલા છે.તેમનુ પ્રાથમિક શિક્ષણ ગોચનાદ ખાતે તેમજ માધ્યમિક શિક્ષણ રાધનપુર -પાટણ ખાતે થયું.ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે એક્ષટર્નલ બી.એ. કર્યું.નાનપણમા 14 વર્ષના એક પ્રભાવશાળી સંત ગોચનાદ આવેલા અને બાળસ્વરૂપ રમેશભાઈને જોઈને કહેલું કે આ બાળક ઉપર ત્રણ ઘાત છે.જો ત્રણેય ઘાતમાંથી બચી જશે તો આ બાળકને રાજયોગ છે અને ભવિષ્યમાં રાજકીય વ્યક્તિ બનશે.તેમના બે ભાઈઓ સુરેશભાઈ અને ધર્મેન્દ્રભાઈ તેમજ બહેનો મધુબેન અને ભારતીબેન તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.તેમના બેઉ બાળકો બંસરીબેન અને ભાગ્યશ્રીબેન ખૂબ જ તેજસ્વી -ઓજસ્વી છે.બાળપણથી જ મંદિરે સાંજે આરતીમાં જવું,માળા કરવી,કથા સાંભળવી એમ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે સતત લગાવ રહ્યો છે.
નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે તેઓ સંકળાયેલ છે.હિદુ સમાજ ઉપર થતા હુમલાઓથી તેમનું દિલ દ્રવી ઉઠ્યું તેમજ હિન્દુ સમાજ માટે શું કરવું તેવું ચિંતન થતાં ગોચનાદ ગામમાં જ આર.એસ.એસ.ની શાખા શરૂ કરી.ગોચનાદ શાખા કાર્યવાહ,ગોચનાદ નગર કાર્યવાહ,ગોચનાદ મંડળ કાર્યવાહ(12 ગામોનો સમૂહ ) તેમજ સમી તાલુકા બૌધ્ધિક પ્રમુખ તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે.વર્તમાનમા તેઓ કેશવ માધવ સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ મહેસાણા વિભાગના ટ્રસ્ટી છે.આ ટ્રસ્ટ આર.એસ.એસ. પ્રેરિત છે જેમાં મહેસાણા વિભાગના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે.તેમણે આર.એસ.એસ. માં 1986 માં પ્રાથમિક વર્ગ તેમજ સંઘ શિક્ષા વર્ગ પ્રથમ કરેલ છે.1982 થી 1992 દરમિયાન ભારત તેમજ ગુજરાતમાં કોમી તોફાનોના લીધે અરાજકતા,ભય અને આક્રંદનું વાતાવરણ હતું.આવા સમયે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રામજન્મભૂમિ આંદોલન ચાલતું હતું તેમાં તેઓએ ભાગ લીધો હતો.એ વખતે તેમણે સમી પ્રખંડ સરકારી અધિકારી સંપર્ક પ્રમુખ તેમજ હુતાત્મા યાત્રા સમી તાલુકાના ઈનચાર્જ તરીકેની જવાબદારી નિભાવી હતી.
1995 માં તેઓ ગોચનાદથી રાધનપુર રહેવા ગયા અને સમુત્કર્ષ રાધનપુર બ્રાન્ચની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી.સમુત્કર્ષ-ભારત વિકાસ પરિષદમાં વિવિધ જવાબદારીઓ નિભાવી.1995 થી 1996 રાધનપુર બ્રાન્ચ ઉપપ્રમુખ,1996 થી 1998 તેમજ 1998 થી 2000 એમ બે વખત ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી.2000 થી લઈને આજદિન સુધી ભારત વિકાસ પરિષદના ટ્રસ્ટી મંડળમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક -સફળતાપૂર્વક વહન કરી રહેલ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ ભારત વિકાસ પરિષદની જવાબદારી દરમિયાન તેમણે અનેક માનવતાવાદી તેમજ રાષ્ટ્રવાદી સત્કાર્યો કરેલ છે.1986 થી 1989 દરમિયાન ગુજરાતમાં દુષ્કાળ પડતાં પીવાના પાણીની ભારે તકલીફ હતી.ગોચનાદ ગામમાં સ્વયંસેવકો અને ગ્રામજનોના સહકારથી મીઠા પાણીનો કૂવો બનાવેલ જેમાં તેમનું મહત્વનું યોગદાન હતું.આ કૂવો “શાખાના કૂવા” તરીકે ઓળખાય છે.ભારત વિકાસ પરિષદની જવાબદારી દરમિયાન કુંતાસરી ગામે કેટલ કેમ્પ તેમજ પ્રાથમિક શાળાનું નવીન મકાન બનાવેલ.સ્વદેશી જાગરણ તેમજ આઝાદી બચાવોના પ્રણેતા રાજીવ દિક્ષિતને લઈને રાધનપુર,પાટણ,ભાભર,ડીસા, પાલનપુર એમ વિવિધ સ્થળોએ જાગૃતિ સભાઓ કરેલ.શ્રાવણ માસમાં દર સોમવારે મેળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરેલ.ભૂકંપ દરમિયાન દિવ્યાંગ બનેલ લોકોને કૃત્રિમ હાથ,પગ તેમજ અન્ય સાધન સહાય માટે ત્રણ દિવસના બે કેમ્પ કરેલ. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, મેડિકલ કેમ્પ,બ્લડ ડોનેશન કેમ્પ, દર્દીઓને હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, રાષ્ટ્રભક્તિથી તરબતર ભારતકો જાનો તેમજ ગુરૂ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમો કરેલ.તેમને અભિનંદન આપવા મોબાઈલ નંબર 9879114971 છે.
રાજકીય ક્ષેત્રે તેઓ અગ્રિમ ભૂમિકા નિભાવી ચૂક્યા છે.2000-2001 એક વર્ષ માટે રાધનપુર શહેર ભાજપ કોષાધ્યક્ષ,2001 થી 2003 બે વર્ષ અને 2003 થી 2006 ત્રણ વર્ષ એમ‌ બે વખત રાધનપુર શહેર ભાજપ મહામંત્રી રહ્યા છે.2008 થી 2009,2009 થી 2013 અને 2013 થી 2016 એમ ત્રણ વખત સાંતલપુર તાલુકા ભાજપ પ્રભારી રહ્યા છે.2013 થી 2016 ત્રણ વર્ષ માટે પાટણ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષની જવાબદારી નિભાવ્યા બાદ 2021થી આજદિન સુધી તેઓ આ હોદા પર નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલ છે.પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દી નિમિત્તે 2016 થી 2018 માં પ્રદેશમાંથી પાટણ જિલ્લા ભાજપ વાલી(પાલક) તરીકે નિમણૂક થઈ હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે કડી‌ વિધાનસભા પ્રભારી તરીકે 2021 થી 2022 માટે તેમની નિમણૂક થઈ હતી.લોકસભા અંતર્ગત 2024 ની ચૂંટણીમાં બનાસકાંઠાના ડીસા વિધાનસભા પ્રભારી તરીકે તેમની નિમણૂક થતાં નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી હતી.2010 થી 2015 દરમિયાન આદરણીય દેવચંદભાઈ ઠક્કરના પ્રમુખપણા હેઠળ વઢિયાર પરગણા લોહાણા મહાજનના મહામંત્રી તરીકે ઉત્કૃષ્ટ સેવા આપ્યા બાદ 2015 થી 2018 દરમિયાન પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી.
જિલ્લાની ખૂબ જ મહત્વપૂર્ણ કમિટી એવી બાલ કલ્યાણ સમિતિ પાટણ જિલ્લાના ચેરમેન તરીકે તેઓ જવાબદારી નિભાવી રહેલ છે.રાષ્ટ્રીય સેવા યોજના -એન.એસ.એસ. માં એડવાઈઝરી કમિટીમાં કાર્યરત છે.2009 થી 2012 દરમિયાન ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં હતા.સ્વાવલંબી ભારત અભિયાનમાં હાલ જવાબદારી ચાલુ છે જે આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં કાર્યરત છે.સમાજસેવાની તેમની કામગીરી ધ્યાને લઈ 2012 માં “રાષ્ટ્રીય સમાજ રત્ન 2012 એવોર્ડ” દ્રારા ગોવા‌ રાજ્યના શિક્ષણ મંત્રીના વરદહસ્તે તેમનું સન્માન કરાયું હતું.પોલીટીકલ સાયન્સ (રાજ્યશાસ્ત્ર) માં પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત થતાં તારીખ 14-3-2024 ના રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જીના વરદહસ્તે ડોક્ટરેટની પદવી તેમને એનાયત કરાઈ હતી.
શિક્ષણ અને રાષ્ટ્રસેવાના માધ્યમથી સમર્પિત , અલગારી અને નિજાનંદી જિંદગી જીવતા મૂઠી ઊંચેરા માનવી ડોક્ટર રમેશભાઈ ઠાકરશીભાઈ ઠક્કરને કોટિ કોટિ વંદન… અભિનંદન… અઢળક શુભેચ્છાઓ….
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા -ગુજરાત
મોબાઈલ..9825638643

Related posts

*HELLO MORBI: ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી*

editor

*HELLO MORBI NEWS: ચોરીના મોટરસાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*ટંકારા ના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ની ગ્રાહક સુરક્ષા સમિતિ માં નિમણુક કરાઇ*

Hello Morbi

Leave a Comment