• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં સ્ટંટ કરનાર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ટંકારા પોલીસ*

રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં સ્ટંટ કરનાર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ટંકારા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ રેન્જ, રાજકોટનાઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લાનાઓ દ્રારા કરેલ સુચના મુજબ બેફામ રીતે અન્ય લોકોની જીંદગીને જોખમ ઉભુ કરે તેવી રીતે વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ તેમજ ટ્રાફીક નિયમોના ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ વાંકાનેર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક નિયમોના ભંગ કરતા ઇસમો તથા સોશીયલ મીડીયા પર ટ્રાફીક નિયમોના ભંગ કરતા ઇસમોને શોધી કાઢવા તેમજ ફેલાલનાર ઘવાયે સોપી વોચ તકેદારી રાખી ભયનો માહોલ ફેલાવનાર ઇસમો શોધી કાઢી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.છાસીયા નાઓના સુચના મુજબ ટંકારા પોલીસ સ્ટાફની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન ટંકારા તાલુકાના ડેમી ડેમ-૦૨ ના બારનાલા ઉપર સ્વીટકાર નંબર-GJ-36-AL-3047 ના ચાલકે નશાની હાલતમાં આઇસર ટ્રકના ઠાઠાના ભાગે અકસ્માત કરેલ હોય જે વાહન ચાલક આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરી તપાસ દરમ્યાન જાણવા મળેલ હોય કે, વાહન ચાલક આરોપીના કબ્જા વાળી સફેદ કલરની સ્વિફટ કાર જેના રજી નં- GJ-36-AL-3047 વાળી રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં જોખમી રીતે ફોરવીલ કાર ચલાવીને રાજકોટ થી મોરબી તરફના હાઇવે રોડ પર પોતાની સ્વિફટ કાર ચલાવીને સ્ટંટ કરનાર ઇસમને પકડી પાડેલ હોય જેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઇરલ થયેલ હોય જે કાર શોધી કાઢીને ગુન્હાના કામે કબ્જે લઇને કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હોય જે ઉપરોકત સ્વિફટ કાર ચાલક વિરૂધ્ધ કાયદેરસરની કાર્યવાહી શ્રી વાય.એસ.પરમાર પો.સબ.ઇન્સ. ટંકારા પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો દ્રારા કરવામા આવેલ છે. તેમજ આરોપી વિરૂધ્ધ ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૫૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૮૫,૩-૧૮૧ મુજબ કાયદેરસની કાર્યવાહી હાથ ધરેલ છે.
– આરોપી :-> જાવેદભાઇ ઇસ્માઇલભાઇ સૈયા ઉ.વ. ૩૨ રહે. મોરબી રણછોડનગર સાઇબાબાના મંદિર પાસે> કબ્જે કરેલ મુદ્દામાલ:-

– સ્વીટકાર નંબર-GJ-36-AL-3047 કી.રૂ. ૩,૦૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે

– સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સેકટરશ્રી કે.એમ.છાસીયા તથા PSI
વાય.એસ.પરમાર તથા HC જસપાલસિંહ જાડેજા, રાજેશભાઈ કણજરીયા, PC મિલનભાઈ પરમાર, શૈલેષભાઇ ફેફર, જયવિરસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*જોડીયા રામવાડી ખાતે સાદગી પૂર્વક હનુમાન જયંતી ની ઉજવણી કરાઇ*

Hello Morbi

*HELLO MORBI NEWS: જોડીયાના નેસડા ગામે શ્રી હાલાર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ ધ્વારા આયોજિત ૨૪ મો સર્વ જ્ઞાતિ સમહુ લગ્ન મહોત્સવ યોજાશે*

editor

*HELLO MORBI:મોરબીના મુસ્લિમ સુમરા સમાજના આશિકે કામુશા પીર એવા અહેમદભાઈ સુમરા પગપાળા મોરબી થી બાવળાવદર મોડી રાત્રે રવાના થશે*

editor

Leave a Comment