• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં ૩૦ મે ના રોજ સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ તેમજ યોગ શિબિર યોજાશે*

મોરબીમાં ૧૧ મા ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી અંતર્ગત નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશ તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ- મોરબી દ્વારા સતવારા સમાજની વાડી વજેપર, મોરબી ખાતે વિનામૂલ્યે તારીખ ૩૦/૦૫/૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ યોગ શિબિર તથા સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં યોગ નિદર્શન, આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો, સ્નાયુનો દુ:ખાવો, ખરજવુ, ધાધર, ખીલ, કાળા ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ઉપરાંત ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે યોગ શિબિરમાં યોગાસન માટે આસન સાથે લઈ આવવા અને આ કેમ્પનો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

*HELLO MORBI NEWS:ચક્રવાત ન્યૂઝ ના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૬ મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો*

editor

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨ ઓક્ટોબર સોમવારની જાહેર રજાની અવેજીમાં હવે નાગરિકોને તા. ૫ ઓક્ટોબર, ગુરુવારે મુલાકાત માટે મળશે*

editor

Leave a Comment