• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જામનગર જિલ્લાના છેવાડાના ગામ સુધી કૃષિ જાગરણ યાત્રા પહોંચશે*

“વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”
તા. ૨૯.૦૫.૨૦૨૫ થી ૧૨.૦૬.૨૦૨૫
​ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (ICAR) નવી દિલ્હી તથા કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા ભારતના તમામ જિલ્લાઓમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ભારત કૃષિ જાગરણ યાત્રા દ્વારા પ્રી ખરીફ કેમ્પેઈનીંગ તા. ૨૯ મે થી ૧૨ જુન, ૨૦૨૫ દરમ્યાન ચલાવવામાં આવેલ. જે અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર દ્વારા જામનગર જીલ્લાના બધા જ તાલુકાના છેવાડાના ગામ સુધી આ કૃષિ જાગરણ યાત્રા પહોંચે એવા પ્રયત્નો કરવામાં આવેલ જેમાં કૃષિને લગતી કચેરીઓ જેવી કે ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, કૃષિ તાલીમ સંસ્થા, આત્મા તેમજ પ્રાકૃતિક બોર્ડ વગેરે જેવી કચેરીઓના અધિકારીઓ દ્વારા ખેડૂતોને તમામ કૃષિ લક્ષી સહાય યોજનાઓ જેવીકે બાગાયતી વિભાગ, પશુપાલન વિભાગ તેમજ ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવેલ તેમજ આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત રજીસ્ટ્રી અને ઓનલાઈન અરજી કરવા વિષે પણ માર્ગદર્શન આપવામાં આવેલ. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, ખરીફ સિઝનના પાકોની નવી જાતો અને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવેલ તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કૃષિ રથ યાત્રા દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવેલ એપ્લીકેશન“Krushi Pragati” અને જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા બનાવવામાં આવેલ “JAU iKrushi Sanhita” વિષે ખેડૂતોને જાગૃત કરવામાં આવેલ અને પ્લાસ્ટિક મુક્ત ભારત કરવા અંગે પણ અપીલ કરવામાં આવેલ. આ કૃષિ યાત્રા દ્વારા જામનગર જિલ્લા અંતર્ગત જોડિયા તાલુકાના સામપર, તારાણા, પીઠડ, રણજીતપર, માનપર, બાલંભા, અંબાલા, કોઠારિયા તેમજ જામનગર તાલુકાના જગા, વરણા, વેરતિયા/બજરંગપુર, મોડપર, બેરાજા, સુર્યપરા, મકવાણા, ઢંઢા, વસઈ અને ધ્રોલ તાલુકાના કાતડા, ગોલીટા, છલ્લા, માણેકપર, મોટાઇટાળા, વાંકિયા, મોડપર, સગારીયા, સુધાઘુના તેમજ કાલાવડ તાલુકાના રાજસ્થળી, બાલંભડી, સરવાણીયા, બાંગા, હંસ્થળ, ખાનકોટડા, નિકાવા, પીપર, પીઠડીયા અને જામજોધપુર તાલુકાના વાલાસણ, સીદસર, કોટડાબાવીસી, નંદાણા, વનાણા, ઈશ્વરીયા, સતાપર, વાંસજાળીયા, તરસાઇ તેમજ લાલપુર તાલુકાના ખડખંભાળિયા, પીપરટોડા, રામપર, મોટી રાફૂદડ, જશાપર, નાના લખિયા, સણોસરી, ગોદાવરી, લાલપુર ગામોની મુલાકાત લઇ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં ખેડૂતો દ્વારા સારો પ્રતિસાદ મળેલ અને બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લઈ ભારત કૃષિ જાગરણ યાત્રાને સફળ બનાવેલ.

Related posts

*જોડિયા તાલુકાના કોંગ્રેસના મહામંત્રી તરીકે કાદરી મહંમદ ઉંમર જાફર અલતાફ ની નિમણૂક*

Hello Morbi

*HELLO MORBI NEWS:આવતી કાલે મેગા ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ* *આ પુષ્ય નક્ષત્ર નિમિતે એટલે કે તારીખ 03/05/2025 ને શનિવારે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

editor

*જોડિયાના જામ દુધઈ ગામની તાલુકા શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સ્કૂલબેગનુ વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment