• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

Farmers Protest: ખેડૂત નેતાઓ સાથે આજે પાંચમી બેઠક, MSP અંગે સરકાર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર

Farmers Protest 9th Day highlights: કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમેરે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. આ મામલે તેમણે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપવી તૈયારી બતાવી છે.

નવી દિલ્હી: Farmers Protest 9th Day Highlights: કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આઠમી ડિસેમ્બરના રોજ ‘ભારત બંધ’ (Farmers call Bharat Bandh)ની જાહેરાત કરી છે. આ જ દિવસે ખેડૂતોએ ટોલ બૂથો પર કબજો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂની (gurnam singh chaduni)એ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે જો કેન્દ્ર સરકારે શનિવારની વાતચીત દરમિયાન તેમની વાત નથી માનતી તો તેઓ નવા કૃષિ કાયદા વિરુદ્ધ તેમનો આંદોલન વધારે તેજ કરશે. ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ હરિન્દરસિંહ લખવાલે (Harinder Singh Lakhowal) કહ્યુ કે, “આજની અમારી બેઠકમાં અમે આઠમી ડિસેમ્બરના રોજ ‘ભારત બંધ’ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન અમે તમામ ટોલ બૂથો પર કબજો કરી લઈશું.” ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરીથી મંત્રણા થશે. મંત્રણા પહેલા જ સરકારે જાહેરાત કરી છે કે સરકાર એમએસપી (MSP) અંગે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપવા માટે તૈયાર છે.

MSP અંગે સરકાર લેખિત આશ્વાસન આપવા તૈયાર

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યુ છે કે કિસાન યૂનિયનો તરફથી કરવામાં આવેલા માંગણીઓ પર વાતચીત ચાલી રહી છે. સાથે જ સરકારે આજે યોજાનાર બેઠકમાં સુખદ સમાધાન આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. બેઠકની પૂર્વ સંધ્યાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ખેડૂત નેતાઓએ આઠમી ડિસેમ્બરના રોજ ‘ભારત બંધ’ની જાહેરાત કરી છે.

Related posts

*જોડિયાના કુનઙ ગામે કુંડલિયા હનુમાનજી ના મહંત દ્વારા ૧૧૧ દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું*

editor

Leave a Comment