• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી મામલતદાર (ગ્રામ્ય) મોરબી તે શ્રી એસ.વી. ત્રાંબડીયાને માહિતી પુરી ન પાડવા બદલ વ્યક્તિગત રૂપીયા ૫,૦૦૦/- નો દંડ*

શ્રી મામલતદાર (ગ્રામ્ય) મોરબી તે શ્રી એસ.વી. ત્રાંબડીયાને માહિતી પુરી ન પાડવા બદલ વ્યક્તિગત રૂપીયા ૫,૦૦૦/- નો દંડ

મોરબી:તા ૧૮(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)માહીતી માંગનાર ડી.જી. કંઝારીયા એડવોકેટ મોરબીનાએ માહીતી અધિકાર અધિનિયમ મુજબ તા.૧૯/૦૯/૨૦૨૫ ના રોજ મામલતદાર શ્રી ગ્રામ્યના અને જાહેર માહીતી અધિકારી સમક્ષ, માહિતી અધિકાર અધિનિયમ મુજબ (૧) ૧૯૫૩ થી આજદીન સુધી મામલતદાર કચેરી મોરબીમાં ફરજ બજાવેલ મામલતદારશ્રીઓના નામ અને સમયગાળો તથા (૨) મામલતદારશ્રીને સરકારશ્રીએ મુખત્યારનામુ નોંધવા આપેલ સતા અંગે પરિપત્ર/હુકમ ની નકલ માંગેલ.

જે અરજી તળે મામલતદારશ્રી મોરબીનાએ માંગેલ માહિતીનું ખોટું અર્થઘટન કરી માહિતી પુરી પાડેલ નહી. જેથી ફરિયાદીએ ગુજરાત રાજય માહિતી આયોગ ગાંધીનગર ખાતે ફરિયાદ નં.-ફ-૦૮૬૭-૨૦૨પ થી ફરિયાદ દાખલ કરેલ.

આયોગની સુનવણીમાં પણ મામલતદારશ્રીએ માહિતી કમિશ્નર શ્રી ભરત ગણાત્રા સમક્ષ માહીતી આપવા ગલા તલાં કરેલ. જેથી કમિશ્નરશ્રીએ, શ્રી મામલતદાર (ગ્રામ્ય) મોરબીના એસ.વી.ત્રાંબડીયા જાહેર માહિતી અધિકારીને તેના સ્વભંડોળ કે પગારમાંથી રૂપીયા ૫,૦૦૦/- દંડ રોકડ અથવા તેમના પગાર/ભથ્થામાંથી સરકારી તિજોરી કચેરીમાં જમા કરાવવા હુકમ કરેલ છે.

Related posts

*જોડિયા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર રમાબેન સવાણી ની જીત નિશ્ચિત ઠેર ઠેર ભવ્ય સ્વાગત*

Hello Morbi

*HELLO MORBI:થરા નગર તેમજ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી કું.હિમાંશી ઠક્કર*

editor

*ટંકારા હોટેલ આર્ય પેલેસ ખાતે માજી સૈનિકો ની મીટીંગ યોજાઈ*

Hello Morbi

Leave a Comment