• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિતે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતા કોર્પોરેટર ભાવિનભાઈ ઘેલાણી*

 

*પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, જનસંઘ ના સંસ્થાપક પરમ આદરણીય ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિતે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટર ભાવિનભાઈ ઘેલાણી.*

ભારત દેશ ની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક,મહાન રાષ્ટ્રભક્ત તથા જનસંઘ ના સંસ્થાપક પરમ આદરણીય શ્રી ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દીવસ નિમિતે સમગ્ર દેશ માં શ્રધ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટીયા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી નિર્મલભાઈ જારીયા તથા જીલ્લા ભાજપ પરિવાર ના માર્ગદર્શન હેઠળ મોરબી મહાનગર પાલીકા વોર્ડ નં-૭ ના કોર્પોરેટરશ્રી ભાવિનભાઈ ઘેલાણી દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ને પુષ્પાંજલિ અર્પણ કરી મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ અર્પણ કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી જનસંઘ ના સંસ્થાપક તેમજ પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી ના જુના જનસંઘી સી.ડી.રામાવત, વોર્ડ નં-૭ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા સહીત ના આગેવાનોએ ઉપસ્થિત રહી ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ને પુષ્પાંજલિ અર્પણ કરી કોટી કોટી વંદન કર્યા હતા.

Related posts

*જોડીયા પંથક માં કેનાલ માંથી પાણી સંગ્રહ કરી તળાવ ભરવા ખેડૂતો દ્વારા મિટિંગ યોજાઈ*

Hello Morbi

*વાડીનાર વિસ્તારમાં મહિલા પી.એસ.આઇ વાવાઝોડા અંતર્ગત એલર્ટ*

Hello Morbi

*મોરબી તાલુકા ના લાલપર નજીક દારૂ, બિયર ભરેલી કાર ઝડપી ત્રણ ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

Hello Morbi

Leave a Comment