• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી રામ ગૌ સેવા સમિતિ લાખણી દ્રારા જલિયાણ ગૌશાળા ડીસાને ગોળ અર્પણ કરાયો*

ડીસાની ખૂબ જ પ્રખ્યાત સેવાભાવી અને જીવદયાપ્રેમી સંસ્થા સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટના આદરણીય કથાકાર યશવંતશાસ્ત્રીજી મહારાજના માર્ગદર્શનથી લાખણીની સેવાભાવી સંસ્થા શ્રી રામ ગૌ સેવા સમિતિ દ્રારા શ્રી જલિયાણ ગૌશાળા ડીસાને 321 કિલો ગોળ અર્પણ કરી અનહદ રાજીપો વ્યકત કરવામાં આવ્યો હતો.તારીખ 3-6-2021ના પરમ પવિત્ર દિવસ ગુરુવારે પૂજ્ય જલારામબાપા મંદિર ડીસા ખાતે જ્યારે ગોળ અર્પણ વિધિ કરવામાં આવી ત્યારે સૌપ્રથમ ગાયોને ગોળ ખવરાવ્યા પછી જ શ્રી જલિયાણ ગૌશાળા ડીસાને ગોળ અર્પણ કરાયો હતો.

આ દિવ્ય અવસરે સુખદેવ સેવા સંસ્થાનના પ્રમુખ યશવંતશાસ્ત્રીજી મહારાજ,માર્ગદર્શક ભગવાનભાઈ બંધુ,જલારામ ટ્રસ્ટ ડીસાના પ્રમુખ કનુભાઈ આચાર્ય,લોહાણા મહા પરિષદ પર્યાવરણ સમિતિ બનાસકાંઠાના ચેરમેન મહેશભાઈ ઉડેચા,રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો તારાચંભાઈ ડી.મજેઠીયા, દેવચંદભાઈ એન.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,જલિયાણ ગૌશાળાના સમર્પિત સેવક આર.ડી.ઠકકર,ગૌભકતો રાઘવજી ચારણ,દીલીપભાઈ બારોટ સહિત સૌકોઈએ ખાસ ઉપસ્થિત રહીને શ્રી રામ ગૌ સેવા સમિતિ લાખણી અને સુખદેવ સેવા સંસ્થાનને ખાસ અભિનંદન આપી જીવદયાની પ્રેરણાદાયી કામગીરી માટે ૠણ સ્વિકારની લાગણી વ્યકત કરી હતી..

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓન લાઈન અરજી આવતી કાલથી કરી શકાશે*

editor

*ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાની 223 મી જન્મજયંતિ ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય રીતે ઉજવાશે*

Hello Morbi

*મોરબી લોહાણા સમાજ ના મહાસંમેલન નો વિરોધ કરનારા ખજુરીયાઓ લોહાણા સમાજ ના નામ થી કોઈ કાર્યક્રમ કરશે તો જોવા જેવી થશે*

Hello Morbi

Leave a Comment