• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ચોટીલામાં રોપ-વે નિર્માણના નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી રૂપાણીનો આભાર માની આશીર્વાદ આપતા ચામુંડા માતા મંદિરના પ્રમુખશ્રી-સંતશ્રીઓ*

ચોટીલાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આગામી સમયમાં રોપ-વેની

મદદથી સરળતાથી દર્શન કરી શકશે

– સંતશ્રીઓ

——

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં લાખો-કરોડો ભક્તોને સરળતાથી ચામુંડા માતાના દર્શનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે રોપ-વે બનાવવાનો નિર્ણય માર્ચ-૨૦૨૧માં કર્યો હતો. આ નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ શ્રી અમૃતગિરિ ગોસાઈ સહિત સંતો-અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત કરી આભાર માની આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે સંતોએ કહ્યું હતું કે, શ્રી ચામુંડા માતાજી – ચોટીલાના દર્શન માટે લાખો-કરોડો શ્રદ્ધાળુ- માઈ ભક્તો આવતા હોય છે, ત્યારે આ રોપ-વે શરૂ થવાથી નાના બાળકો અને વૃદ્ધો-વડીલો સહિત તમામને સરળતાથી માતાજીના દર્શનનો લાહવો મળશે.

આ મુલાકાત દરમિયાન શ્રી ચામુંડા માતાજીના મંત્રીશ્રીઓ, સંતશ્રીઓ, ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લાખો માઈ ભક્તો માતાજીના સરળતાથી દર્શન કરી શકે તે માટે ગુજરાતમાં અંબાજી, પાવાગઢ અને ગીરનારમાં રોપ-વેની સુવિધા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે હવે આગામી સમયમાં સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે પણ આધુનિક રોપ-વેનું નિર્માણ કરવામાં આવશે.

——-

Related posts

*HELLO MORBI NEWS: આરટીઓ કચેરી મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:તમામ રક્તદાતાઓને ભેટ અર્પણ કરાઈ*

editor

*અમરેલી માં નાની વયે મોટી નામના ધરાવતા પત્રકાર ભાવેશ વાઘેલા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:અણીયારી જેતપરરોડ ઉપરથી ઇંગ્લિશ દારૂની ભરેલ ક્રેટા કાર સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment