• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન* *ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત મોનીટરીંગ* *વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ*

દિવ્યા ત્રિવેદી

‌           ‌‌                                                      જામનગર તા. ૧૭ ઓગસ્ટ, ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રીશ્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર ૧૧:૧૫  કલાક આસપાસ પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીશ્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીશ્રીએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના  કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ પ્રધાનમંત્રીશ્રીએ ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ આશરે ૧૫૦થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે.

વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટર શ્રી સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર શ્રી રાજેન્દ્ર સરવૈયાએ કર્મચારીઓનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. જામનગર ખાતે પહોંચેલા સર્વે નાગરિકોને જમાડીને માનભેર દિલ્હી ખાતે રવાના કરવામાં આવશે.

આ તકે, પ્રાંત અધિકારી જામનગર શહેર શ્રી આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ શ્રી પાર્થ  કોટડીયા, મામલતદાર શ્રી અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ, પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો*

editor

*HELLO MORBI:એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની ડો.જાનવી ઠકકર*

editor

*મોરબીના ડો. વિમલ દેત્રોજાને દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલમાં એડમીશન મળ્યું*

Hello Morbi

Leave a Comment