*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ઘાંટવડ*
આથી અમોને જણાવતા ગર્વ ની અનુભૂતિ છે કે અમારી ઘાટવડ કુમાર શાળાના બે બાળકો આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ છ માં પસંદગી પામ્યા છે
જેમાં જયસ્વાલ ક્રીશ દીપક ભાઈ તથા દિગ્વિજયસિંહ ગજેન્દ્રસિંહ આ બન્ને વિદ્યાર્થીઓ ને શાળાના આચાર્ય મહેશભાઈ વાઢેળ તેમના વર્ગ શિક્ષક જેસીંગ ભાઈ વાઢેળ તથા સમગ્ર શાળા નો સ્ટાફ SMC સમિતિ ખૂબ ખૂબ અભિનંદન આપે છે
સાથે સાથે તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે
ઘાટવડ કુમાર શાળા હંમેશા શિક્ષણની બાબતમાં અગ્રેસર હોય છે પછી તે નવોદય ની પરીક્ષા હોય કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય કે અન્ય કોઈ પણ શૈક્ષણિક બાબત હોય અમારા શાળા સ્ટાફ ની અઢળક મહેનત થી અમુ આજે આ મુકામે પહોંચી શકીએ છીએ
