• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હુમલાખોર સામેલ કાયદાકીય કાર્યવાહી સાથે ભોગ બનનારને ઝડપી ન્યાય આપવા માટે AIMIM પાર્ટી ની રજૂઆત*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

જુનાગઢ જિલ્લામાં ગત તારીખ:06/10/2021 ના રોજ બપોરે કેટલાક અસમાજિક ત્તત્વો માંગરોલ બાયપાસ ઉપર આવેલ વાડીમાં કામ કરતાં એક નિર્દોષ મુસ્લિમ પરિવાર ઉપર કોઈ પણ કારણ વગર સામૂહિક હુમલો કરેલ, આ હુમલામાં ત્રણ મુસ્લિમ મહિલાઓ અને એક મુસ્લિમ પુરુષ પર લાકડી અને પત્થર દ્વારા હત્યા કરવાના ઇરાદે ઇજાઓ કરવામાં આવી. આ ઉપરાંત AIMIM પક્ષના ભરૂચ જિલ્લાનાં પ્રમુખ નદીમભાઈ ભીખી અને પાર્ષદ હિમ શેખ ને ભરૂચ પોલીસ દ્વારા કોઈ પણ જાતનાં વોરંટ કે ઓર્ડર વગર ભરૂચ B ડિવિઝન નાં પોલીસ ઇન્સ્પેક્ટર અને SP સાહેબ એ તારીખ : 06-10-2021 નાં રોજ 8 વાગ્યે અટક કરેલ. અને ભાજપનાં કાર્યકર્તાઓએ ખૂબ જ ગંદી ગાળો બોલવામાં આવી અને પોલીસ સાથે મળી અમારા કાર્યકર્તાઓને માર મારેલ. તેનાં વિરુદ્ધમાં AIMIM ગુજરાતનાં અધ્યક્ષ સાબીરભાઈ કાબલીવાલા ના આદેશ અનુસાર અમદાવાદ શહેર અધ્યક્ષ એડ્વોકેટ શમશાદખાન પઠાણની આગેવાનીમાં ગાંધીનગરમાં DGP કચેરી માં IPS જસાણી સાહેબથી મુલાકાત કરી અને ઉપરોકત બંને ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી જેમાં તેઓ એ આશ્વાશન આપ્યું કે માંગરોળ ની ઘટના માં જુનાગઢ SP ને જરૂરી નિર્દેશ આપવામાં આવશે. અને ભરુચની ઘટના અંગે આપના ધ્વારા જે પુરાવા આપ્યા છે તેનાં આધારે FIR માં કલમોનો સમાવેશ કરવામાં આવશે. તેમના દ્વારા એ સલાહ પણ આપવામાં આવી કે આ સમગ્ર ઘટના અંગે રેંજ IG થી મુલાકાત લેવી જોઈએ અને તેમને પણ સમગ્ર માહિતીથી અવગત કરાવી જોઈએ.

 

આ આવેદન પત્ર આપવામાં અમારા પક્ષ AIMIM તરફથી ગુજરાતનાં નિરીક્ષક એજાજખાન, શાહનવાઝભાઈ (સીબુભાઈ), અમદાવાદ શહેર સંગઠનનાં સાથી તનવીર શેખ, સોએબ રઝા, ઇમરાન હલ્લા બોલ, મુન્જીર સૈયદ (આઝાદ બાપુ), યુનુસ શેખ અને માહિર દેસાઈ હાજર રહ્યા હતાં.

AIMIM – ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ની યાદીમાં જણાવ્યું છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે.                                    ખૂની હુમલામાં વધુ આરોપીઓને ઝડપી પાડવા માટે AIMIM પાર્ટી ની ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ રાવ

 

AIMIM ના જુનાગઢ જિલ્લા ના મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડ દ્વારા પણ માંગરોલમા મુસ્લિમ પરિવાર ઉપર થયેલ હુમલા બાબતે જુનાગઢ એસ.પી.ને લેખીત ફરિયાદ કરવામા આવી.

પ્રાપ્ત વિગત મુજબ તા.6-10-21ના રોજ રબારી સમાજના ટોળા દ્વારા માંગરોલ બાયપાસ રોડ ઉપર આવેલ વાડીએ રહેણાંક જગ્યાએ ગેરકાયદેસર પ્રવેશ કરી જે સામુહીક હુમલો કરવામા આવેલ તે બાબતે FRI મુજબ કાયદેસરના પગલા ભરી ફરિયાદમા દર્શાવેલ તમામ આરોપીઓને પકડી સજા કરવા અને શહેરમા શાંતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક અસરથી ઘટતું કરવા લેખિત ફરિયાદ કરેલ છે.

આ સમાચાર લખાઈ રહ્યા છે તે દરમિયાન કુલ 25 આરોપીઓમા થી 13 માગરોળ પોલીસે ધરપકડ કરી લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.જુનાગઢ એસ.પી.ની સૂચના મુજબ માંગરોલ ડી.વાય.એસ.પી. અને માંગરોલ પી.એસ.આઈ. પોતાની પોલીસ ટીમ દ્વારા બાકીના આરોપીઓને પણ ઝડપી જેલ ના સળીયા પાછળ ધકેલી તેવાના પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા તેજ રફતાર માં ચાલી રહ્યા છે

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ ના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*જંત્રાલ ખાતે સૌપ્રથમ એસ.કે ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:પત્રકારોની સુરક્ષા માટે છત્તીસગઢ સરકારનો મહત્વનો નિર્ણય*

editor

Leave a Comment