• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસામાં ગુજરાત સાહિત્ય અકાદમી અને આદર્શ પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ*

૨૧મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ડીસા ખાતે આદર્શ પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસને લઇ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આદર્શ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે માતૃભાષા મહોત્સવ અંતર્ગત જિલ્લાના કવિઓનું સંમેલન યોજાયું હતું,જેમાં વિવિધ કવિઓ ઉપસ્થિત રહી પોતાની રચનાઓ રજૂ કરી હતી.

આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના ઉપાધ્યક્ષ પરમાનંદ શર્મા અને મંત્રી પ્રવીણ નાઈ દ્વારા સુંદર આયોજન કરાયું હતું.જે પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંસ્કાર મંડળ ડીસાના પ્રમુખ ડૉ. અજયભાઈ જોષી, અતિથિ વિશેષ તરીકે અખિલ ભારતીય સાહિત્ય પરિષદના અધ્યક્ષ ભગવાનદાસ બંધુ ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું ફુલચડી અને પુસ્તકથી સ્વાગત કરાયું હતું.આદર્શ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરાયું હતું ત્યારબાદ વિવિધ કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અજયભાઇ જોષીએ આગવી શૈલીમાં ગુજરાતી ભાષાનું મહત્વ કહ્યું હતું.અને અતિથિવિશેષ ભગવાનભાઈ બંધુ એ પણ પ્રસંગોચિત સુંદર વક્તવ્ય આપ્યું હતું. આભાર વિધિ થયા બાદ શાંતિ મંત્ર દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ થઇ હતી.અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના ઉપાધ્યક્ષ પરમાનંદ શર્માએ સંયોજક અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના હોદ્દેદારો- સદસ્યો,ડીસાના પ્રબુદ્ધ નાગરિકો,શાળાનો સ્ટાફ,બાળકો ઉપસ્થિત રહ્યા હતા.આ કવિ સંમેલનમાં સર્વે શ્રી અજયભાઈ જોષી,ભગવાનભાઈ બંધુ,પરમાનંદ શર્મા,પ્રવીણ નાઈ,પાલનપુરથી ગુપ્તા સાહેબ,ડૉ.ભરતભાઈ પટેલ,ડૉ.ભરતભાઈ શાહ,નટુભાઈ વ્યાસ,મંથનભાઈ,પરબતભાઈ નાઈ,ઈશ્ક પાલનપુરી,નરસીહભાઈ લોઢા,ચંદુભાઈ એટીડી,માયા ધરમાણી,મનહરભાઈ,શ્રીમતી ભાવિકા પટેલ, કુ.શ્રદ્ધા સોલંકી,સંગીત શિક્ષકો,શાળાનો સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની હરિદ્વાર યાત્રા વેળાએ આનંદધામની યાદગાર મુલાકાત*

editor

*સુપ્રસિદ્ધ મોગલ ધામ મંદિર કબરાઉ ખાતે મા ના ચરણોમાં શીશ ઝુકવવા પરિવાર સાથે પહોંચ્યા મોરબી ફુલછાબ ના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બંધ બોડીના કન્ટેનરમાં સંતાડેલ વિદેશીદારૂ બીયરના જંગી જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

Leave a Comment