• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાની સર્વ મંગલમ વિદ્યાલયમાં દીલીપભાઈ ઠકકર (વકીલ) ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યું રક્ષાબંધન પર્વ*

શ્રી રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ ડીસા સંચાલિત સર્વ મંગલમ વિદ્યાલયમાં ડીસાના જાણીતા ટેક્ષ એડવોકેટ દીલીપભાઈ બચુભાઇ ઠકકર ના અધ્યક્ષ સ્થાને રક્ષા બંધન પર્વની ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય ઉજવણી કરી શાળાના બાળકોને ચોકલેટ તેમજ નાસ્તાનું વિતરણ કરાયું હતું.

દીપપ્રાગટય,પ્રાર્થના બાદ સંસ્થાના વહીવટકર્તા ઈશ્ર્વરભાઈ રાવળે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ટ્રસ્ટી ભગવાનભાઈ બંધુએ સંસ્થાની વિગતે વાત કરી ઉપસ્થિત દાતાઓ તેમજ મહેમાનોનો પરિચય આપી સૌનું સાલ,કંકુતિલક તેમજ ફૂલછડીથી સન્માન કરાયું હતું.આ દિવ્ય અવસરે અધ્યક્ષ મહોદય દીલીપભાઈ વકીલ તેમજ મણીભાઈ શેઠે વિધાર્થીઓના ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં રાખી માતબર રકમનું દાન કરી પીઠબળ પૂરૂ પાડયું હતું તેમજ ભવિષ્યમાં પણ સંસ્થાની પડખે અડીખમ ઉભા રહેવા ખાત્રી આપી હતી.

આ શુભ અવસરે દાતાઓ સર્વ કમલેશભાઈ રાચ્છ, મનુભાઈ પૂજારા,દેવચંદભાઈ એન.ઠકકર, નરેશભાઈ ઉડેચા,અનિકેતભાઈ ઓઢાવાળા,લાલાભાઈ ઠકકર ઉપરાંત સહયોગીઓ સર્વ ચંદુભાઈ એટીડી,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર, આર.ડી.ઠકકર, જયેશભાઈ દેસાઈ, બળદેવભાઈ રાયકા,નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,પરમાનંદભાઈ શર્મા,પ્રવિણભાઈ નાઈ, દિનેશભાઈ કવિરાજ, મીનાક્ષીબેન ઠકકર, પ્રસન્ન ઠકકર (સી.એ.),દિનેશભાઈ રાવળ,જીગરભાઈ રાવળ,વિપુલભાઈ દેસાઈ,જગદીશભાઈ રાવળ સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શાળા સ્ટાફની બહેનો સર્વ વિનિતાબેન સુથાર, અલકાબેન ઠકકર, ઉપાસનાબેન દરજી,વર્ષાબેન, મિતલબેન દરજી,પિન્કીબેન, સુનિતાબેન રાવળ સહિત સૌએ ઉપસ્થિત તમામ મહેમાનોના હાથે રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા.કોરોનાને લીધે સંસ્થા મુશકેલીમાં આવી જતાં ઉદાર દાતાઓ સર્વ શશીકાંતભાઈ ડી.ઠકકર, ભરતભાઈ ભાવિક, નરેશભાઈ ડી.આચાર્ય, ગફુલભાઈ દેસાઈ, દીલીપભાઈ રતાણી સહિત સૌએ સહયોગ આપ્યો હતો.

સર્વ મંગલમ વિદ્યાલય ના અવિરત વિકાસ અને પ્રગતિ માટે પણ સંપૂર્ણ સહકાર આપવા સૌ કટિબદ્ધ બન્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુ તેમજ વિપુલભાઈ દેસાઈએ કર્યું હતું.સંસ્થાના વહીવટકર્તા ઈશ્ર્વરભાઈ રાવળે ખૂબ જ લાગણીસભર રીતે સૌનો આભાર માન્યો હતો.રાષ્ટ્રગાનના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મેદસ્વિતા – 𝐎𝐛𝐞𝐬𝐢𝐭𝐲 માંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું મોરબી ખાતે આયોજન*

editor

*એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરશ્રી જેનું દેવન એ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે PWD અને વરિષ્ઠ નાગરિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી*

Hello Morbi

*HELLO MORBI NEWS: ટંકારા:વીજળીબીલની રકમ રૂપિયા ૪૮,૯૦૦ ના ભરનારને પ્રખર ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટકની ધારદાર દલીલોને ધ્યાનેલઈને કોર્ટે ત્રણમાસ ની સજા ફટકારી*

editor

Leave a Comment