• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે ભોજન સેવા માટે સવા લાખ રૂપિયાનો ચેક અર્પણ કરતા જલારામ ભકત શશીકલાબેન મધુસુદનભાઈ પઢિયાર*

ડીસા જલારામ મંદિરનાં સેવાકાર્યોની સુવાસ બનાસકાંઠા,ગુજરાત,ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ પહોંચી છે.કોરોના સમયે ભોજન ભંડારામાં દુબઈ,અમેરિકા,કેનેડા જેવા દેશોમાં વસતા ભારતીયોએ જલારામ મંદિર ડીસાને સહાય મોકલી હતી.

જલારામ મંદિર ડીસાની ભોજન સેવાથી સમગ્ર ડીસા નગર રાજીપો અનુભવે છે.મૂળ રાજસ્થાન-જોધપુરના વતની,એલ.ડી.આર્ટસ કોલેજ અમદાવાદના નિવૃત પ્રોફેસર ડો.મધુસુદનભાઈ લક્ષ્મીચંદ પઢિયાર-માળી અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી શશીકલાબેન સહિતનું સમગ્ર પરિવાર જલારામ ભકત પરિવાર છે.

શ્રીમતી શશીકલાબેનની જલારામ બાપા પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને લઈ તેમણે રૂપિયા સવા લાખનો ચેક જલારામ ટ્રસ્ટ ડીસાને ભોજન સેવા અર્થે અર્પણ કર્યો હતા.આ અવસરે એમના પરિવારનું કંકુતિલક,સાલ,મોમેન્ટો,જલારામ દર્શન ગ્રંથ,ફૂલછડીથી દબદબાભેર સન્માન કરાયું હતું.એમના સ્નેહીજનો વિશાલકુમાર પઢિયાર,મીતલબેન પઢિયાર,ઓમપ્રકાશભાઈ પઢિયાર,જોધપુરના અશોકભાઈ માળી સહિત સૌનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,શારદાબેન આચાર્ય,ભરતભાઈ ભાવિક,તારાચંદભાઈ મજેઠીયા,દિનેશભાઈ ચોક્સી,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,ઈશ્ર્વરભાઈ રાવળ,આર.ડી.ઠકકર સહિત સૌ જલારામ ભકતોએ દાતા પરિવારનું દબદબાભેર સન્માન કર્યું હતું.દાતા પરિવારે યોગ્ય જગ્યાએ દાન થવા બદલ અનહદ રાજીપો વ્યક્ત કરી મહાઆરતીનો લાભ લીધો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં વરસાદના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી*

editor

*જામનગરના જાંબુડા પાટીયા પાસે ઉમા વિદ્યા સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI;માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment