• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: દુબઈ ખાતે મોરબીનું નામ રોશન કરતી કુમારી બંસી પનારા*

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નજીક આવેલ પંડિત દિનદયાળ દયાળ એનર્જી યુનિવર્સિટીમા ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મુળ લખધીરગઢના યુવા ઉધોગપતિ દેવેન્દ્રભાઈ અમરશીભાઈ પનારાની પુત્રી અને બાલાજી પોલિપેકના યુવા ઉધોગપતિ જગદીશ પનારાની લાડકવાઈ ભત્રીજી બંસીબેને દુબઈ સંયુક્ત આરબ અમીરાત ખાતે આવેલા હેરીઓટ વોટ યુનિવર્સિટીમા એકાગ્રતા સમર કેમ્પમાં બે સપ્તાહ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી લખધીરગઢ ગામ મોરબી જીલ્લા સાથે પનારા પરીવારનુ ગૌરવ વધાયુ છે.

આ પ્રોગ્રામમાં ટ્રેનિંગ દરમિયાન શૈક્ષણિક જ્ઞાન, વ્યવહારુ કૌશલ્યો જેને આપણે કોઠાસૂઝ કહી છી. (લાઈફ સ્કિલ), ડિજિટલ ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આધુનિક વ્યાપારી વિષયો સાથે કદમતાલ મેળવી યોગ્ય સમયે વિચારવાની ક્ષમતા વિકસાવવા માટે તૈયાર કરે છે. આ પ્રોગ્રામ બિઝનેસના મુખ્ય ક્ષેત્રો વિશે વિસ્તૃત રીતે જણાવે છે જે સફળ આધુનિક કંપનીને શરૂ કરવા તેને ચલાવવા માટે જરૂરી ફાઇનાન્સ, મેન પાવર , ઓપરેટર મેનેજમેન્ટ, માર્કેટિંગ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપાર આયાત અને નિકાસ જેવી બાબતો બંસી પનારાએ 15 દિવસ કેમ્પમાં રહી મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું હતું.(અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*HELLO MORBI: મોરબી: મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા આજે રાત્રે મોરબીની મુલાકાતે: ઉપરવાસ ભારે વરસાદ ને લઈને વહીવટી તંત્ર સાથે મીટીંગ યોજશે*

editor

*મોરબી ,ના આમરણ ગામે: ડાયમંડનગરમાં ભાજપ દ્વારા કોવિડ રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment