
હળવદ તાલુકાના દીઘડીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ
મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જીલ્લા, નાઓએ પ્રોહી. જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.છાસીયા સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. બીપીનભાઈ પરમાર તથા તેજપાલસિંહ ઝાલા તથા દેવેન્દ્રસિંહ ઝાલાને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.હેડ.કોન્સ કે.એમ.સોલગામા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા સાત ઇસમોને કુલ કિં.રૂ.૧૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં
આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
1) જીવાભાઈ ગેલાભાઇ મોલાડીયા જાતે કોળી ઉ.વ.૩૪ ધંધો.ખેતી રહે. દીધડીયા તા.હળવદ જી.મોરબી
2) ભીમાભાઈ બાબુભાઈ કાંજીયા જાતે કોળી ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી
3) દિનેશભાઈ બાદરભાઇ મોલાડીયા જાતે કોળી ઉ.વ.૩૨ ધંધો.મોબાઈલ રીપેરીંગ રહે. દીઘડીયા તા.હળવદ જી.મોરબી
4) અરવિંદભાઈ નાગરભાઈ નંદેસરીયા જાતે કોળી ઉ.વ.૨૭ ધંધો મજુરી રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી. 5) સુરેશભાઇ વેરશીભાઈ નંદેસરીયા જાતે કોળી ઉ.વ.૨૬ ધંધો.ખેતી રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી .
6) વિનાભાઈ સજાભાઈ કાંજીયા જાતે કોળી ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે. દીઘડીયા તા.હળવદ જી.મોરબી 7) અનીલભાઈ વરસીંગભાઈ દલસાણીયા જાતે કોળી ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ:- ગંજીપતાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૧૧,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં
આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.છાસીયા તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ મનજીભાઇ
સોલગામા તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ તથા દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઈ પરમાર તથા પો.કોન્સ. કમલેશભાઇ રાજુભાઈ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.

